________________ સારે સુકાળ અને રામરાજ્ય. ઘરનાં બારણાં ઉઘાડા રાખીને સૂઓ, કેઈ ચિંતા નહિ. સ્ત્રીઓ શીલચુસ્ત અને મર્યાદાસંપન્ન હોય. આવું રાજ્ય ધર્મને પ્રભાવે મળે. જીવનમાં ધર્મની વાત કશી જ નહિ અને પાપભર્યું જીવન હોય, તે ઠેઠ જીવનના અંતકાળ સુધી ! એને કાંઈ બીજા ભવે ચાલું ય રાજ્યપાટ મળે નહિ, તો સુરાજ્ય મળવાની વાત તો ક્યાંય દૂર છે! સુરાજ્ય મળે એ ધર્મનું ફળ. (2) સંપત્તિ એ ધર્મનું ફળ એમ સંપત્તિઓ મળે, ધન માલ પરિવાર મળે, એ પણ પૂર્વે ધર્મ આચર્યાનું ફળ છે. ભગવાનને ભજ્યા, સાધુસેવા કરી, સત્સંગ કર્યા, જાની દયા પાળી, દાન-પરોપકાર કર્યા, વ્રત-નિયમ આચર્યા, ત્યાગતપસ્યા આરાધી, શક્તિ હતી તો ધર્મની જાહોજલાલી કરી,-એ બધા ધર્મના ફળમાં ભવાંતરે સંપત્તિઓના ઢેર મળે છે ! એના દાખલા ઘણા : શાલિભદ્ર શી રીતે દેવતાઈ સંપત્તિ પામનારા બનેલા? કહો, પૂર્વે ગરીબ સ્થિતિમાં મુનિને થાળી ખીરનું બહુ ઊંચા ભાવથી દાન કરેલું, અને તે પણ દાનધર્મ અને દાન લેનાર ગુરુ, એ બંનેને હૈયામાં એવા વસાવ્યા અને મર્યો ત્યાં સુધી બન્નેની એવી પેટ ભરીને અનુમોદના કરતો રહ્યો!–“અહા ! અહો ! કેવાક ઉપકારી ગુરુ ! અને કેવું ક આ દાન!” કે ત્યાં દાન કર્યા પછીથી ફરીથી ખાવા મળેલી ખીરને કશે આનંદ નહિ! તેમજ એજ રાતે પેટમાં ચૂળ છતાં દરદની કશી દાનતા નહિ! કે “હાય ! મને કેટલું બધું દુખે છે!” યાવત્ ત્યાં રાત્રે જ અંતકાળની જોરદાર પીડા આવી છતાં, કશે એને “અરેરે !