Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર છે. તે પછી તેને આ ધનના ઉન્માદો કયાંથી હોય અને દેદીપ્યમાન એવા સ્ત્રીના આલિંગનાદિપ આદર પણ કયાંથી હોય? પરમાત્મસ્વરૂપમાં મગ્નતન્મય થએલા અને સ્વરૂપના અવલોકન તથા રમણથી રંગાએલા વેગીને પુદ્ગલસંબન્ધી કથા શિથિલ-નરસ લાગે છે, કારણ કે તે પરવસ્તુ હોવાથી ગ્રહણ કરવા યોગ્ય નથી, તેમ ભેગવવા ગ્ય પણ નથી એ તેને નિશ્ચય થયેલ છે. જેની વાત પણ નીરસ લાગે, તો પછી તેનું ગ્રહણ તે ક્યાંથી હોય? એ હેતુથી તેને ધનને ઉન્માદ કયાંથી હોય? શુદ્ધ આત્મગુણની સંપત્તિવાળાને તે પરવસ્તુ હોવાથી અને પાપસ્થાનનું કારણ હોવાથી ધનનો પરિગ્રહ જ હોતો નથી, તે પછી તેનું અભિમાન તે કયાંથી હોય? વળી સુન્દર સ્ત્રીઓનાં હાવભાવ, રૂપ, શૃંગારાદિને વિશે આદર પણ કયાંથી હોય? સ્વાભાવિક સુખના ભેગીને પૌગલિક વસ્તુને ભેગ જ હોતું નથી, માયાની કુટી, રાગની પટી–સાડી જેવી અને અશુદ્ધ વિભાવની ઉત્તેજક નટી સમાન એવી સ્ત્રીના કટી વગેરે અંગોમાં તેને આદર કેમ હોય? तेजोलेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्वितः। भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते // 5 // 1 વા=જે. તેનોટેરવ=તેજોલેશ્યા-ચિત્તસુખની વિશેષ વિશેષ વૃદ્ધિ, સાપો =સાધુને યકૃતિ =માસાદિ ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી. માવત્યાઊંૌ=ભગવતી પ્રમુખ ગ્રન્થમાં. માષિતા કહેલી (છે.) સા=ો. ફલ્યમૂતચ=આવા પ્રકારના જ્ઞાનમગ્નને. મુખ્ય=ઘટે છે.