Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર અનુકૂળ હોવાથી. 'અકર્તાપણું છે. અથવા એવંભૂત નયની દષ્ટિથી સિદ્ધપણાના અનુભવના આનન્દમાં મગ્ન થએલાને તે પરભાવનું કર્તાપણું નથી. અથવા સમ્યગ્દર્શનાદિ ગુણની પ્રાપ્તિ થયે વસ્તુનું સ્વરૂપ પ્રકાશિત થએલું હોવાથી અને સ્વરૂપને અનુકૂલ વીર્ય હેવાથી આત્મામાં પરભાવનું કર્તાપણું નથી જ, પણ જ્ઞાયકપણું જ છે. 1 શબ્દાદિનયની અપેક્ષાએ આત્મા વિભાવાદિ પરભાવોને કર્તા નથી, જુસૂત્રનયની દષ્ટિથી રાગદ્વેષાદિ વિભાવને કર્તા છે પણ પૌગલિક કર્મને કર્તા નથી, અને નૈગમ અને વ્યવહાર નથી પૌગલિક કર્મને કર્તા છે. पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः / कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते // પર-પુદ્ગલાશ્રિત પર્યાના કર્તાપણદિના અભિમાનથી અજ્ઞાની કર્મથી બંધાય છે, પણ જ્ઞાની બંધાતો નથી. તાત્પર્ય એ છે કે વાસ્તવિક રીતે આત્મા પરભાવને કર્તા નથી, પણ કર્તાપણાના અભિમાનથી અજ્ઞાની કમવડે બંધાય છે. જ્ઞાનીને કર્તાપણાનું અભિમાન નહિ હેવાથી તે બંધાતું નથી. આ कतैवमात्मा नो पुण्यपापयोरपि कर्मणोः / रागद्वेषाशयानां तु कर्तेष्टानिष्टवस्तुषु // आत्मा न व्यापृतस्तत्र रागद्वेषाशयं सृजन् / तन्निमित्तोपननेषु कर्मोपादानकर्मसु // ... 'અધ્યારમા જ, 1 : 110-114 એ પ્રમાણે આત્મા શુભાશુભ કર્મને કતી નથી, પણ ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુ નિમિતે થતા રાગદ્વેષરૂપ આશયને કર્તા છે. રાગ