Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ મનાષ્ટક ક્ષાપશમિક ગુણેનો અને તેના સહકારથી કર્તાપણું વગેરે પરિણામોને કર્તા છે, પરભાવના કર્તાપણાદિરૂપે વિભાવ પરિણમન થવાથી પરભાવનું કર્તાપણું વગેરે પ્રાપ્ત થયા છતાં પણ તે જ ગુણ સ્વભાવને સન્મુખ થતાં કર્તુત્વાદિ ભાનું પરાવર્તન થાય છે, એટલે સ્વભાવનું કર્તાપણું હોય છે અને પરભાવનું કર્તાપણું હોતું નથી. તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રપરિણામથી સ્વરૂપ સાધનનું કર્તાપણું વગેરે કરતે પૂર્ણ ગુણ કરણ વડે સાધનનું કર્તાપણું કરીને ગુણની પ્રવૃત્તિરૂપ શુદ્ધ આત્મસ્વરૂપનું કહ્યું ત્યાદિ કરે છે. માટે સ્વરૂપને સન્મુખ થએલા સાધક સમુનિઓને પરભાવનું કર્તાપણું નથી, પરંતુ સાયકપણું જ છે. પ્ર–જે મુનિઓને પરભાવનું અકર્તાપણું માને છે તે કષાય અને યોગ એ બે હેતુથી તેઓને કર્મનું કર્તાપણું કેમ હોય? ઉ–પિતાના સ્વભાવમાં મગ્ન થએલા સાધક મુનિઓને ઈચ્છા સિવાય સ્વાભાવિક પ્રવૃત્ત થએલ વીર્ય અને તે વડે યુક્ત ચેતના-કર્મચેતના વડે કર્મબન્ધનું કર્તાપણું છે, તે પણ પિતાને આધીન ગુણની પ્રવૃત્તિ સ્વભાવને 1 કર્મબન્ધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર હેતુઓ છે, તેમાં મુનિઓને સમ્યગ્દર્શન અને ચારિત્ર હેવાથી મિથ્યાત્વ અને અવિરતિપ્રયુક્ત બધ હોતો નથી, પણ કપાય અને ગરૂપ બે હેતુથી કર્મને બન્ધ થાય છે. ( 2 રાગપાદિરૂપ ભાવ મે તે કર્મચેતના કહેવાય છે.