________________
પિતાની રીતે, માનવજાતિ પિતાની રીતે કેમ સારી રીતે ટકી શકાય તે અંગે પ્રયત્ન અને પ્રવૃત્તિ કરે છે. જ્ઞાન-વિજ્ઞાનની શોધ વડે માણસ સરળતાથી કઈ રીતે વધારે ટકી શકે એ જ ઉદ્દેશ્ય સધાય છે. દીકરબાપનું નામ ચલાવે, આમ સામાન્ય વંશપરંપરાથી લઈને, સિદ્ધ બુદ્ધ-મુક્ત થઈને અમર થવું ત્યાં સુધીની દરેક પ્રવૃત્તિઓ પાછળ ટકી રહેવાની-અમર થવાની ભાવના જ પ્રેરક બળ છે.
- માનવ અનંતકાળ સુધી એજ શરીરે ન ટકી શકે એટલે સ્ત્રી અને પુરુષ બન્નેએ મળી સંતાનનું સર્જન કર્યું. તેમણે એને પિતાને અંશ માન્ય અને વંશાવળી વડે પોતાની ગણતરી પ્રમાણે અનંતકાળ -સુધી ટકી રહેવાની ઈચ્છાને પૂર્ણ કરી.
એ ભાવના, ઊર્મિ કે અનુભૂતિ જ વાત્સલ્યનું બીજ છે. એના * વડે બીજા જીવાત્મામાં પિતાપણું અનુભવાય છે અને તેને ટકાવી રાખવાની ભાવના અમલમાં આવે છે. વાત્સલ્ય પ્રગટ થતાં જુદાઈ રહેતી નથી. સંતાને ટકે તે માટે પિતાનું સર્વસ્વ અર્પણ કરી દેવાય છે. એ ટકી રહેવાની ભાવનાના કારણે માનવપ્રાણમાં સંતાન–ઈચ્છા વિશેષ રૂપે હોય છે. માતામાં એ વધારે પ્રગટ થાય છે. માનવ સિવાય અન્ય જીવનમાં, પણ ઈડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઈડું કે બીમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બી એ રીતે આ ભાવનાનો સંચાર હોય છે. ગર્ભમાંથી સંતાન તરફની કાળજી એ પિતાના પગે ઊભું રહે ત્યાં સુધી પશુ-પક્ષીઓમાં અને પિતાને શ્વાસ રહે ત્યાં સુધી માનવસમાજમાં જોવામાં આવે છે. નબળી હરિણીને સિંહ સાથે પોતાના સંતાન માટે લડતી જોવામાં આવે છે એ આ ભાવનાની પૂર્ણતા છે કે પિતાને વિનાશ થાય છતાં તેનું સંતાન છે.
થોડા વખત પહેલાને એક દાખલો છે. બારૈયા કોમને એક પિતા પિતાના ૧૭ વર્ષના દીકરાને પાસેના ગામના એક છાત્રાલયમાં રાખવા માટે લઈ જવાનો હતો. મા અને દીકરો અલગ થતાં, માતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat