________________
૨૮૦
પકી પહેલાં ચરણને કાર્યક્રમ શરૂ થયે, પ્રતીક તરીકે ત્યાં જ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા.
દા. ત. પાણીના દુઃખને દૂર કરવા માટે ભાલમાં તળાવડીઓ ખેરવામાં આવી. કાર્યકરોએ ખેડૂતોને આ વસ્તુની પ્રેરણા આપી. અન્ન માટે ગૂટીના આશ્રમમાં ત્યાં થોડીક જમીન ઉપર ખેતીના નવા ગે, પ્રતીક રૂપે કર્યા. અન્નભંડાર પણ પ્રતીક રૂપે રાખેલો. વસ્ત્ર અને બીજી જરૂરિયાતો માટે ખાદી ગ્રામોદ્યોગોને પ્રયોગ પ્રતીક તરીકે ચાલે છે. વસાહત માટે પ્રતીક તરીકે જવારજમાં ભંગી જેવા પછાત ગણાતા વર્ગ માટે મકાન બંધાવી તે કાર્યક્રમ શરૂ કર્યો. શિક્ષણ માટે સર્વોદય યોજના વડે જીવનશાળાઓ, પછી બુનિયાદી શાળાઓ (પૂર્વ બુનિયાદી અને ઉત્તર બુનિયાદી) અને અધ્યાપન મંદિર (નવા શિક્ષકો તૈયાર કરવા માટે)ને પ્રયોગ ચાલે છે. આરોગ્યના કાર્યક્રમના પ્રતીક રૂપે શિયાળ અને સાણંદમાં દવાખાનાંએ ઊભા કરવામાં આવ્યાં. રક્ષણ અને ન્યાય માટે લવાદી પ્રથા દ્વારા ઝગડા પતાવવા, અન્યાય નિવારણ કરવા શુદ્ધિપ્રયોગ તેમજ શાંતિ સ્થાપવા માટે શાંતિસેના પ્રયોગ દ્વારા કાર્યક્રમ ગોઠવાયા. આ બધા કાર્યક્રમો તે પ્રતીક રૂપે નાનકડા પ્રદેશમાં ગોઠવાયા છે, છતાં સાંસ્કૃતિક છે. એમાંથી શકિત જન્મવાનો સંભવ છે એટલું જ નહીં તે એક આદર્શ રૂપે રજૂ થઈ શકે છે. વિશ્વની માનવજાતિ સુધી તો નહીં પણ આખા ભારતમાં આ કાર્યક્રમ ફેલાઈ જાય તે પછી વિશ્વ સુધી પહોંચી શકે એવી શક્યતા આ કાર્યક્રમમાં પડી છે. આ પ્રયત્ન સાચી દિશામાં છે એટલે વિશ્વ સુધી પહોંચતા વાંધો નહીં આવે. એ જ કાર્યક્રમોને જેમ જેમ વ્યાપક બનાવવામાં આવશે તેમ તેમ આગળ વધશે અને એમ કરતાં તે આખા વિશ્વને આવરી શકશે.
માનવજાતમાં સહેજે મદદ કરવાની તેમજ પોતાને તથા બીજાને સુખી જોવાની ખેવના હોય છે. એટલે એને અનુરૂપ અને વિશ્વવસલ્યના પ્રથમ ચરણ રૂપ “સર્વથા સૌ સુખી થાઓ આ કાર્યક્રમ લોકપ્રિય બનશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com