________________
૩૫૫
વાત છે. પણ કશા પણુ ઘડતર વગર તે ક્યાંથી થઈ શકે? એટલે આજે તે શાસનની જરૂર છે. ત્યાં સુધી શાસનની શુદ્ધિ અને ચોકીને બદલે શાસનથી અતડા રહેવાથી શાસનમુકિતની વાત હવામાં જ રહેવાની.
“શાસન ન જોઈએ, સરકાર ન જોઈએ ”ને નકારાત્મક વિચાર વિનોબાજીને ક્યાંથી સૂઝો એને વિચાર કર્યા વગર એમને અન્યાય થવાનો સંભવ છે. સ્વરાજ્ય પછી દેશમાં જુદા જુદા પક્ષે ઊભા થયા અને સત્તાની પડાપડી થવા લાગી. બધા સત્તા માટે ઝંખવા લાગ્યા. સત્તા દ્વારા જ સેવા થઈ શકશે એવી વાતો કરવા લાગ્યા ! આથી સેવાને બહાને સત્તા હાથ કરવા માટે જે રાજનૈતિક ચાલબાજીઓ થઈ, તેનાથી વિનોબાજીને આ વિચાર આવ્યું હોય એમ લાગે છે. પણ આજે જ્યાં સત્તા માટે દેટ હોય, ત્યાં શાસનમુકત કે સત્તા છોડવાની વાત બહેરા કાને પડવા જેવી થાય છે. આજે સ્વાર્થ, આકાંક્ષા અને પદલાલસાની આંધળી દોટમાં સેવા, ધર્મ અને નીતિ ગૌણ બન્યાં છે. એટલે વિનોબાજીએ સેવા દ્વારા સત્તાની સમાપ્તિ કરવાની વાત કાર્યકરોને સૂચવી. પરિણામ એ આવ્યું કે સેવાના નામે સર્વેદથી લોકોએ રાજનીતિથી ઉદાસ અને નિલેપ રહેવું શરૂ કર્યું. તેથી રાજકારણમાં માથાભારે, તકવાદી અને દાંડલોકો ઘૂસી ગયા. સર્વોદયી લોકે કેવળ વિચારો આપતા ગયા અને રાહતના કાર્યો કરતા ગયા.
કેઈએ પૂછ્યું કે સત્તા છોડવાની વ્યવસ્થા શી રીતે થાય? ત્યારે એમણે સત્તાનું વિકેન્દ્રીકરણ સૂચવ્યું. એના ઉપાય રૂપે સર્વોદય સમાજ રચનામાં બે સિદ્ધાંત મૂકવામાં આવ્યા : (૧) ગામડે ગામડે ગ્રામપંચાયત ઊભી થાય. પ્રાંત માટે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર ગ્રામપંચાયતોને રહે અને સરકારને ન રહે. આમ આખી સત્તા ગ્રામપંચાયતના હાથમાં હેવી જોઈએ. (૨) એ રીતે ઉપરની સરકારના હાથમાં નામ માત્રની સત્તા રહે. રેલવે, રસ્તા, વિદેશ સાથે વહેવાર, વિ. ઉપરનું નિયંત્રણ કેન્દ્રિય સરકારના હાથમાં રહે આ સત્તાનું વિકેદ્રીકરણ કરવા માટે ગ્રામપંચાયતની વાત કરવામાં આવી, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com