________________
૩૬૨
અને શિક્ષણ—લોકસંગઠને અને લોકસેવક સંગઠનને મળે તે માટે સતત પ્રયાસ ચાલુ રાખે છે. વિશ્વ વાત્સલ્ય પ્રયોગની પ્રેરક મુનિશ્રી સંતબાલજીએ પણ બેથી વધારે વખત ઉપવાસો કર્યા છે. મુંબઈ રાજ્ય પસાર કરેલે નવો ગણતધારે જેમાં ખેડૂત તરફ અન્યાય થતે હેઈને સરકારની સામે પ્રેમપૂર્વક કાનૂનભંગ કર્યા સિવાય ૮ મહિના શુદ્ધિ પ્રાગ ચાલ્યો હતો. આમ સત્તા ઓછી કરવા માટે સદિયે પણ નક્કર કાર્યક્રમ ગોઠવી દેશને આપવા જોઈએ.
એ ઉપરાંત સર્વોદયે સત્તાના વિકેન્દ્રીકરણની વાત રજૂ કરી પણ તે અંગે યોજના આપી નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય-પ્રયોગ પાસે સત્તાના વિકેન્દ્રીકરણ માટે સમૂહ (ગૃ૫) ગ્રામ પંચાયતવાળી ગ્રામ સંગઠનની
જના ઘડેલી છે. ૧૮૫૬ માં પંડિત જવાહરલાલ નેહરૂ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેને રજૂ કરવામાં આવી હતી અને તેમણે એ એ ભેજના પસંદ કરી હતી. એ યોજના પ્રમાણે ૭ ગામ અથવા ૫૦૦૦ની જનસંખ્યામાં ૧ પંચાયત હોવી જોઈએ. આનાથી ચૂંટણીના અમિષ્ટ દૂર થાય. ચૂંટણીમાં કોમવાદ, જાતિવાદ કે ભાઈ-ભત્રીજાવાદ પ્રવેશે છે તેનો આમાં પ્રવેશ સંભવ નથી. આવી ૨૦ ગ્રામ પંચાયતો મળીને એક તાલુકા પંચાયત (૩૫ ગામ કે ૧ લાખની વસતી પાછળ) બને. ૫ તાલુકા પંચાયત (૫ લાખની પાછળ) એક પ્રાદેશિક પંચાયત બને. અને ૧૦ પ્રાદેશિક પંચાયતે ઉપર એક કમિશ્નર રહે જેને સીધો સંબંધ કેદ્રીય સરકાર સાથે રહે. કેંદ્રીય સરકારના હાથમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર તથા મોટાં નગરો તથા રાષ્ટ્રરચનાના કેટલાક મહત્વના પ્રશ્નો રહે. આ રીતે સત્તાના વિકેન્દ્રીકરણની યોજના અમલમાં આવે તે નીચેથી સત્તા ઉપર સુધી ચાલે, લોકઘડતર પણ થાય અને ચૂંટણીમાં અનિષ્ટો અને મોટા ખર્ચાઓ પણ ટળી જાય. આને પ્રયોગાત્મક બનાવવની વાત સર્વોદયમાં નથી. ત્યારે વિશ્વ વાત્સલ્ય પ્રયોગ પાસે છે.
તે ઉપરાંત લોકનીતિની નિષ્ઠા માટે ત્રણ વાતો સર્વોદયે રજૂ કરી છે. જેમાં (૧) અહિંસા, સત્ય, અસ્તેય (૨) નિષ્કામ સેવા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com