________________
૮
-
હવે એક બીજી વાત આવી. બે માણસો વચ્ચે તકરાર થાય. અને બન્ને કહેતા હોય કે “આ મકાનને અધિકાર માને છે!” અને બને માલિક થવા માંગતા હોય તથા એમ થાય કે એકબીજા ઉપર આક્રમણ કરશે ત્યારે ત્યાં રક્ષણનો પ્રશ્ન રહેતો નથી. એ સવાલ ઊભે થાય છે ન્યાયને. ત્યાં ક્યા માણસની પડખે ન્યાય છે? કોણ અન્યાયી છે? કયા ભાણસે દુર્બળ ઉપર આક્રમણ કર્યું છે? કેના ન્યાયની રક્ષા કરવી ? આ બધા પ્રશ્નો ઊભા થતાં ન્યાય આવ્યા, ન્યાય કરવા માટે ન્યાયાધીશ, કાજી વગેરે આવ્યા. ન્યાયાલય થયા અને ન્યાયવિધા-વિશારદે (વકીલો) ઊભા કરવામાં આવ્યા. આમ રાજ્યનું પહેલું કામ રક્ષણ અને બીજુ કામ ન્યાયનું થયું.
પણ, ગુનેગારને જે ન્યાય અપાય-ચુકાદ અપાવે. તેને તે ન ભાને અગર તો ન પાળે તો ? એની પણ વ્યવસ્થા થવી જોઈએ. અગાઉ વિશ્વ રાષ્ટ્રની “લીગ ઓફ નેશન્સ” નામક સંસ્થા હતી પણ તેને ચુકાદ કઈ માનતું નહીં. એટલે “યૂન "ની સ્થાપના કરવાની ફરજ પડી અને તેને ક્રિયાત્મક સત્તાઓ આપવામાં આવી. એટલે ન્યાય ને બળપૂર્વક પણ બનાવી શકે, ન્યાયનું ઉલ્લંઘન કેઈ ન કરી શકે તે માટે પોલિસ રાખવાની છૂટ આપવામાં આવી અને સાથોસાથ કાયદા કાનૂન પણ બનાવવામાં આવ્યા. જેથી કોઈ પણ ન્યાયાધીશ કે બીજા (વકીલો) પક્ષપાત ન કરી શકે. આમ કાયદા-કાનૂન અને પોલિસ બંદોબસ્ત આવ્યાં.
રાજ્યદ્વારા રક્ષણ, ન્યાન, કાયદા-કાનૂન અને પિલિસ બંદોબસ્ત આ બધા માટે મોટું ખર્ચ થાય, તે કયાંથી કાઢવું? એ પ્રશ્નના ઉકેલ માટે રેવેન્યુ (મહેસુલ) ખાતું ઊભું થયું. ન્યાય, રક્ષણ અને કાયદે રાજ્ય જાળવે તેના બદલે પ્રજા રાજ્યને કરવેરા રૂપે મહેસુલ ભરે અને રાજ્ય તે કાર્યો ચલાવે. કરવેરાના પણ જુદા જુદા ધોરણે નકકી કરવામાં આવ્યા કે દરેક વીઘા દીઠ, દરેક મકાન દીઠ, દરેક વ્યક્તિ દીઠ આટઆટલા કરવેરા આપવા. આમ રાજ્યનાં ચાર કામે નકકી થયાં –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com