________________
૩૮૬
કલ્યાણરાજ્ય પહેલાં અને પછીનું વિશ્વ
આ અગાઉ કલ્યાણરાજ્ય પહેલાં દેશ-પરદેશની સ્થિતિ ઉપર વિચાર થઈ ગયું છે. તેને જરા વિસ્તારથી જોઈએ. સામ્યવાદીઓએ યુરોપમાં એ કલ્પના આપી કે લોકોને રોટલો, મકાન, મજૂરી અને બીજી સુખસગવડોની બાહેધરી આપીએ પણ બદલામાં લોકોએ મજૂરની સરકાર પસંદ કરવી; અને બધાએ તેને ટેકો આપ. આમ નક્કી થયું.
એ અગાઉને રશિયાને ઇતિહાસ જોઈશું તે જણાઈ આવશે કે ત્યાં મૂળ અમર્યાદિત સ્વતંત્રતા હતી. તેને લીધે અતિ શ્રીમંતાઈ ગરીબાઈ, અસમાનતા વગેરે હતાં. બાળકો અને સ્ત્રીઓ પાસેથી વધુ કામ લેવાતું તેને લીધે ત્રાસ હતો. આથી પ્રજાને મોટો ભાગ ત્રાસી ગયો અને તેમણે તે વખતની ઝારશાહી સરકારને ઉથલાવી નાખી.
ત્યારબાદ મજૂર રાજ્ય આવતાં અને રાજદ્વારા કલ્યાણના કામે થતાં, શરૂ શરૂમાં સહુને બહુ ગમ્યું. આટલા કલાક કામ, નિશ્ચિત પગાર, શિક્ષણ અને દવાની સગવડ, રોટલાનું પાપ દૂર, વૃદ્ધાવસ્થા માટે સગવડ, દુષ્કાળ પડે કે અશક્ત થાય ત્યારે સગવડ, આ બધું લેકોએ સ્વીકારી લીધું. રશિયાના સામ્યવાદે પછી કેવું વલણ લીધું? લોખંડી પડદા પાછળ એ દેશ કહેવાય અને આજે યુદ્ધના આરે ઊભેલી બે પ્રચંડ શક્તિમાંનું એક તે બની ગયું છે એને ઈતિહાસ સ્પષ્ટ છે. આમ થવાનું કારણ એક તો એ છે કે સામ્યવાદને મૂડીવાદી દેશે દ્વારા કચડાઈ જવાને અને ફરી પાછું ત્રાસદાયક રાજ્ય શરૂ થવાને સતત ભય છે. ભારતની સ્થિતિ : - હવે ભારત અંગે વિચાર કરીએ. ભારતે પણ કલ્યાણકારી રાજ્યને
સ્વીકાર્યું પણ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્વીકાર્યું. મજૂરોના હિતના કાયદા, ઠેર ઠેર દવાખાના, ઉઘોગીકરણ, પાણીની સગવડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com