Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Author(s): Nemichandra Muni, Dulerai Matalia
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 423
________________ ૪૯૭ બાબતોથી દૂર જ રહેવું સારું છે. આ રાગદ્વેષ અને રિસામણુને પેદા કરે છે. એટલે ઉપવાસનું શસ્ત્ર, બોલવાનું શસ્ત્ર કે પ્રયાગ કરવાનું શસ્ત્ર વ્યાપકષ્ટિવાળા યોગ્ય પુરુષની દોરવણી નીચે વપરાવવું જોઈએ; અને એ જ વાત શુદ્ધિગને પણ લાગુ પડે છે. કદાચ એગ્ય પુરુષ પણ ક્યાં ક ભૂલ કરી બેસે તે પાંચ-પંદર શાણું, સમજુ અને તટસ્થ માણસનું અનુસંધાન તેની સાથે લેવું જોઈએ. વિશ્વ વાત્સલ્ય વિચારની એ વિશેષ જવાબદારી છે કે તેણે અત્યારે કૉંગ્રેસને સામાજિક કે આર્થિક ક્ષેત્રોમાંથી મુક્ત કરી, માત્ર રાજકીય ક્ષેત્રે તે દેશમાં કામ કરે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં યૂને સાથે અનુબંધ બાંધી તેને સત્ય અહિંસાની દિશામાં કામ કરતી કરવા પૂરી મદદ આપે! પણ કોંગ્રેસ સુધી આજે વિશ્વ વાત્સલ્યને અનુબંધ વિચાર પહેચતે લાગતું નથી. એટલે ત્યાં સુધી તેણે સાધુ-સંકલના કરવાનું અને સર્વસેવાસંધને પ્રતિષ્ઠિત કરવાનું કામ આ વિચાર દ્વારા કરવાનું છે. તેથી શક્તિ વધતાં કોંગ્રેસને પુષ્ટિ શુદ્ધિ અને પ્રેરણું આપવાની વાત ગળે ઉતરશે તે, આ ત્રણે બળ–સર્વોદય, વિશ્વવાત્સલ્ય અને કલ્યાણરાજ્ય (કોંગ્રેસ) દ્વારા જબરૂં કામ થશે. એટલે અનુબંધ સર્વાગી લેવું જરૂરી છે. ત્યારબાદ ઈન્દુક સાથે જે અનુબંધ છે, તેના વડે આંતરરાષ્ટ્રિય શ્રમિક સંગઠન સુધી પહોંચવાની અને ઈટુકમાં નૈતિક મૂડી પૂરવાનું કામ થવું જોઈએ. . અત્યારે વિશ્વ વાત્સલ્યના અનુયાયીઓ દ્વારા શુદ્ધિ પ્રયોગો અને સાધુ સંકલના-એ બે જરૂરી કામ કરવાનાં છે. આ પછી કમે કમે આખું કામ ગોઠવાઈ જાય અને અનુબંધ વિચારની વાત સારી પેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 421 422 423 424