Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Author(s): Nemichandra Muni, Dulerai Matalia
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 421
________________ ગાંધીજી એને સત્યાગ્રહ કહેલા. આ શુહિપગ કેવળ એવા ચહમે કરી શકે કે ચાલાવી શકે જેમના જીવનની કક્ષા પાકેલી હેય, ઉન્નત હેય અને ચારિત્રથી સભર હોય; તેમણે પણ વ્યકિતગત નહીં. સંસ્થા દ્વારા જ આ પ્રયોગ કરવાને હેય છે. ક્રાંતિપ્રિય સાધુવર્ગનું એમાં. માર્ગદર્શન હેવું જરૂરી છે. સુહિમ અંગે એક સાવધાની રાખવાની હરહમેશ અગત્ય રહેવી જોઈશે. તે એકે એનું ઓછું મૂલ્યાંકન કરી ગમે તે સ્થળે એને ઉપયોગ ન કર. એ ઠંડી તાકાતને નાની બાબતમાં વેડફી ન નખાય તેનું ધ્યાન રહેવું જોઈએ. કેટલાક પ્રશ્નો નાના હોય છે. ઘરમેળે પતાવી શકાતા હોય તો એને ઘરમેળે પતાવી નાખવા જોઈએ. તેને મોટું રૂપ ન આપવું જોઈએ. બાપુના આશ્રમમાં કેટલાક પ્રશ્નો એવા આવતા જેનો નિકાલ તેઓ ઘરમેળે કરી નાખતા. તેઓ ઘણીવાર ઉપવાસોની જાહેરાત નહોતા કરતા; સમાજનું લક્ષ ખેંચવાનો પ્રસંગ હોય ત્યારે જ, જાહેરાત કરતા. આપણે ત્યાં નાની વાતને મોટું રૂપ આપી દેવામાં આવે છે અને તેની જાહેરાત ઘણું મોટી કરવામાં આવે છે. એટલે. સમાજમાં વિક્ષેભ ઊભો થઈ જાય છે, અને ઘરઆંગણાને પ્રશ્ન વિશ્વપ્રશ્ન જેટલું ખોટું મહત્વ લઈ લે છે. એટલે દરેક પ્રશ્નને તે કયાંને કયા ક્ષેત્રને અને કેટલા મહત્વને છે, એ વિચારીને જ પછી, તેને અનુરૂપ પગલાં લેવા જોઈએ. નહીંતર પ્રમાણુ બહારના પ્રશ્ન વિશ્વપ્રશ્નનું રૂપ આપી દેતાં લોકો પ્રચારવાદી કહે અને હાંસી પણ થાય, એનાથી ઘણીવાર સામો પક્ષ તેને પ્રેમાળ સ્વરૂપમાં લેતો નથી અને કયારે ક તે ઝનૂની પણ બની જાય છે. વિશ્વપ્રશ્ન એ જ બની શકે જેમાં આખા વિશ્વને સ્પર્શવાની ભૂમિકા હોય. દા. ત. અણુશસ્ત્ર પ્રતિબંધ એ વિશ્વપ્રશ્ન છે, પણ ભાષાને પ્રશ્ન ભારત સુધીને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424