________________
૪૪
જો આમ થયું તે માનવજાતિને વિનાશના મુખમાં ધકેલાઈ જવાને સંપૂર્ણ ખતરે છે. કારણકે જીવનમાં કોઈપણ ક્ષેત્રે ધર્મ અને નીતિનું નિયંત્રણ ન રહેતાં સહુ પિતાના સ્વાર્થ માટે બીજાનું નિકંદન કાઢવાના આરે આવીને ઊભા રહેશે.
સાધુ સંસ્થા માટે ઉપર જણાવેલા બે ભયોમાંથી, સામ્યવાદને ભય તે માથા ઉપર જ છે. તેને તાજો દાખલો તિબેટને છે. ત્યાં દલાઈ લામા સામ્યવાદને અનુકૂળ ન થયા તે કાં તો તેમને ખતમ થઈ જવાનું હતું પણ તેઓ નિર્વાસિત થયા. ચમત્કાર ઉપર જીવનારા ૫૦-૬૦ હજાર લામાઓને, ઠેકડી ઉડાડી, સડકો ઉપર રીબાવી કરપીણ રીતે મારી નાખવામાં આવ્યા. પંચનલામાં સામ્યવાદને અનુકુળ થયા એટલે જીવ્યા પણ, તે સતત ભય અને નિયંત્રણ વચ્ચે જ રહે છે. જેમ જેમ વિજ્ઞાન અને યંત્રવાદ (Technology)ને અભ્યાસ વધી રહે છે. તેમ તેમ શિક્ષિત માનસ ધર્મ એને ધર્મગુરુની શ્રદ્ધાથી અલગ થઈ રહે છે અને સમાજશ્રદ્ધા ડહોળાઈ જવાને ભય પણ એ જ રીતે ડકિયાં કરતે ઉભે છે. માટે સાધુસંસ્થાએ સમયસર ચેતીને ચાલવાની ઘણું અગત્ય છે. આ ભયથી ઉગરવા માટે સાધુઓએ નિર્ભય થવું પડશે અને ભેગા મળી એક વ્યાસપીઠ ઉપર બેસીને યુગધર્મને વિચાર કરવો પડશે.
વિશ્વવાત્સલ્ય વિચારની એક જવાબદારી તરીકે તેના અગ્રદૂત મુનિશ્રી સંતબાલજી સાધુઓની શકિતને બહાર લાવવાની પિતાની જવાબદારી પાર પાડે છે અને એ વિચારના સાથીઓને સહાગ લે છે. તેમજ બીજી બાજુ સાધુઓમાં અને ગૃહસ્થમાં જે ત૫-શક્તિ પડી છે તેને અન્યાય, અત્યાચાર અને અનિષ્ટોને નિવારવામાં બહાર લાવવા માગે છે. આ પ્રયોગને મુનિશ્રી સંતબાલજી શુદ્ધિપયોગ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com