________________
૪૦૨
ગયે. સ્વવિકાસ કેમ કરે એ વાત જાણે ભૂલાઈ ગઈ અને સાધુસંસ્થાનું વાંચન-મનન-જ્ઞાન પણ મર્યાદિત થઈ ગયું. કેવળ પોતાના જ ધાર્મિક સાહિત્યનું વાંચન કરવાથી દષ્ટિ એકાંગી થઈ ગઈ અને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે વિજ્ઞાન વગેરે સાથે તેમનું જ્ઞાન નહિવત રહ્યું. એટલે આ સાધુસંસ્થાએ આજના વિજ્ઞાન, અર્થકારણે રાજકારણ સમાજકારણ વગેરેનું અધ્યયન અને વાંચન પણ સર્વાગી અને વ્યાપક ધર્મની દષ્ટિએ કરવું રહ્યું. એથી આજના યુગને સમજી, એ જ્ઞાનને તેઓ નિતિક અને ધાર્મિક દષ્ટિએ સમાજ આગળ રજૂ કરી શકશે અને ઘણું સારું કામ કરી શકશે. સાધુ સંસ્થાની ઉપયોગિતા જ્ઞાનની રીતે ઘણી છે કારણકે તેના સભ્ય માટે એકાંત આત્મસાધના માટે જ્ઞાન આરાધના આવશ્યક છે. આજે એ જ્ઞાન-આરાધનમાં અધ્યાત્મ જ્ઞાન સાથે વિજ્ઞાનને મેળ બેસાડવા તેમણે પુરૂષાર્થ કરવાને છે. જેથી તેઓ આર્થિક-સામાજિક પરિવર્તન અને ક્રાંતિઓમાં વિશેષ ફાળો આપી શકે; એટલું જ નહીં તેઓ એને ધાર્મિક-પુટ લગાડતાં તેનું મૂલ્યાંકન પણ વધારી શકે છે. આ કામ થતાં તેઓ કથા સાહિત્યને પણ વૈજ્ઞાનિક બે ગઠવી શકે છે.
સંસ્કૃતિને સળંગ ઇતિહાસ તપાસતાં એ જણાઈ આવશે કે સમય સમય પ્રમાણે નવા વિચારોને ધર્મમાં સમાવી લેવામાં આવ્યા છે. શંકરાચાર્યે બૌદ્ધતત્ત્વજ્ઞાનને વૈદિક ધર્મમાં સમાવી લીધું અને પચાવ્યું. વેદિક ધર્મ કંઈક અંશે જૈનતત્વજ્ઞાન કર્મવાદને પિતાના ગ્રંથ ભાગવતગીતા વગેરે દ્વારા પચાવી લીધું છે. જૈનાચાર્યોએ વૈદિક ક્યા સાહિત્યના પાત્રને જૈન કથા-સાહિત્યમાં સમાવી લીધા છે. જેને ઉપાસનામાં વૈદિક ઉપાસનનાં તો આવી ગયાં છે. આમ વિચાર તત્ત્વજ્ઞાન કે ક્રિયાકાંડને પરસ્પરમાં સમાવાનું કે આદાનપ્રદાન કરવાનું અહીં પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com