________________
૩૯૦
નાનાં નાનાં ઘટકો બનાવો. તેઓજ પિતાની આર્થિક, સામાજિક અને તેજ રીતે શિક્ષણ-સંસ્કૃતિ અંગેની નીતિ ઘડશે. જેવા જેવા પ્રદેશો તેવી તેવી નીતિ બનાવાશે.” અનુબંધ વિચારધારા પ્રમાણે નાનામાં નાનું ઘટક પાંચ લાખનું એકમ હશે. એટલે કેમવાદી, મૂડીવાદી કે રાષ્ટ્ર વિધાતી તો તેમાં આવી શકશે નહીં. એથી રાષ્ટ્રીય એકતા સારી પેઠે જળવાશે. આજે તાલુક વાર ઘટકો છે; સ્વતંત્ર મામલતદાર છે, - પણ ઠેઠ ગ્રામપંચાયત લગીનું આખું માળખું તપાસવા જતાં તે કઠપૂતળાંની માફક ઉપરના જ હાથા રૂ૫ છે. એથી એ વિકેદ્રીકરણ ૫ણું અંતે તે પરાધીન જ છે; અને યંત્ર માફક શાસન હોય બોજારૂપે બની જાય છે. સર્વોદય અને તેથી પણ એક ડગલું આગળ વધેલું વિધવાત્સલ્ય (અનુબંધ વિચારધારા), વિનોબાજીના શબ્દોમાં કહીએ તે એક પારિવારિક ભાવના–ભાવનાત્મક એકતા રચે છે; વિશ્વ વાત્સલ્ય ફેલાવે છે. એથી જ રાજ્યને ગૌણ બનાવી, નૈતિક પાયા પરનાં જનસંગઠનેને વિશ્વવાત્સલ્યમાં મહત્વ આપવામાં આવેલ છે.
પ્રશ્ન એ છે કે આવા સંગઠન કરશે કોણ? સાધુચરિત સાધકસાધિકાઓ (લોકસેવક-સેવિકાઓ) અને એમનાં પણ માર્ગદર્શક એવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ મળીને આ બધું કરશે ! રાજ્ય તે ત્યારબાદ કેવળ આંતરરાષ્ટ્રીય બાબતોને જ વધારે વિચારશે અને મોટી મોટી રીતે કામ કરશે. બાકી આખા દેશને આંતરિક વહીવટ આવાં સંગઠનના હાથમાં હશે. આજે નાભિ ભલે સતેના હાથમાં હોય (એટલે કે ધર્મ સંસ્કૃતિ હાથમાં હોય) પણું ગળું તે રાજ્યના હાથમાં આવી પડયું છે. તેથી નાભિને-સતેને અવાજ ભલે ગમે તેટલો મોટો હોય પણ ગળાં-રાજ્ય આગળ તે રૂંધાઈ જાય છે.
આમાં સદ્ભાગ્યે કોંગ્રેસ એક એવું રાજકીય બળ છે કે ગાંધી જેવા મહાન સદ્ગત રાષ્ટ્રપિતાને લીધે આ દિશામાં સાચાં વિકેન્દ્રીકરણ તરફ જઈ શકે તેમ છે. પણ તેમ થતું નથી કારણકે ખુદ કેગ્રેસમાં જે પક્ષ આજે સત્તા ઉપર છે; તે પક્ષના માણસો; જાતે કોંગ્રેસી હેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com