________________
૩૮૮
સામ્યવાદ કરતાં સમાજવાદ સારે
સામ્યવાદી રાજ્ય કરતાં સમાજવાદી રાજ્ય સારું ગણાય. કારણ કે તેમાં બળદને જે નીરે તે ખાય તેવું સરમુખત્યારશાહી તત્વ હતું નથી. સમાજવાદી રાજ્યમાં લોક પ્રતિનિધિઓ જાય છે. દા. ત. ડેન્માર્ક, સ્વીડન વગેરે નાનાં રાજ્ય છે છતાં ત્યાં સમાજવાદી રાજ્ય છેભારતમાં હજુ તે આવ્યું નથી. કદાચ પંડિતજીની એવી ઈચ્છા ખરી! પણ સમાજવાદી રાજ્યમાં ત્રણ વર્ષના બાળકથી લઈને કોલેજનું શિક્ષણ અપાય. તે અંગે બધું રાજ્ય જ વિચારવાનું હોય છે. શું ભણાવવું, શું ને ભણાવવું ? એ બધી વાતથી દવાની ચિકિત્સા સુધી બધું રાજ્ય કરવાનું હોય છે. કોઈને તાવ આવ્યો કે રાજ્યની કાર હાજર, દદીને હોસ્પિટલમાં લઈ જાય. પગમાં વાગે તો પણ રાજ્યની કાર હાજર !
પ્રથમ સમાજવાદની આ સારી વસ્તુઓ ભારતના યુવાનોએ જઈને જોઈ અને તેઓ ખૂબ આકર્ષાયા. વળી પાછા તેઓ પંદર વર્ષે ગયા તે ચિત્ર બદલાયેલું હતું. ગામમાં કોઈ લૂલું, લંગડું થાય તો કઈ તેની પાસે ફરકે જ નહીં. આમ કેમ થયું ? તેને ઉત્તર એ જ છે કે બધુ રાયે કરવાનું હતું એટલે સમાજ દિવસે દિવસે બેજવાબદાર બનવા લાગે. ઘરડાં મા-બાપને પિતાનાં બાળકોને જોવાનું મન થાય પણ તે બધાંને ફોટામાં જ જવાનાં! જે પરસ્પરાવલંબી સમાજ હતો તે માત્ર રાજ્યાધીન બની ગયો. સમાજ જેના ઉપર ટકી શકે છે, એ ગુણ ઓછાં થઈ ગયાં. ઉદારતા, સહાનુભૂતિ, સંવેદના, કરૂણા, એ બધા ગુણોને લાવવાની તાકાત રાજ્યમાં થોડી છે !
ભારતમાં ૫. જવાહરલાલ નેહરૂ જેવા મહાન રાજ્યનેતા છે તે છતાં જોઈ શકાય છે કે રાજ્ય કેટલું કરી શકે છે? સૈારાષ્ટ્રને એક આ જાત અનુભવ છે. તે વખતે વડાપ્રધાન શ્રી ઢેબર હતા. દુષ્કાળનાં અનેક કામો ચાલ્યાં કામ રાજ્યનું છે ને ? એમાં શું વાંધે? પરિણામે વ્યવસ્થાપકને પણ એમાંથી પાંચ પૈસા લઈ લેવાનું મન થાય ! ઘણું ફરિયાદ કરી, ત્યારે કલેકટર જેવા એક કર્મચારીએ પણ એક બાજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com