________________
૩૭.
૧૮૪ર માં કહ્યું કે : “ખાદી ન મળે તે રેટિયા બાળી નાખવા જોઈએ !” એમ એમનું ચોથું સ્વરૂપ ખડા સત્યાગ્રહીરૂપે-શાંતિ સૈનિક તરીકે ગાંધીજી વખતે દેખાતું. દારૂ તાડીના પીઠા ઉપર પીકેટિંગ કરનારૂં સત્યાગ્રહી બળ, જાલિમ સામે રૂધિર આપીને સામને કરનારૂ અગ ધીમે ધીમે કરમાઈ ગયું છે. એ કરમાઈ જવામાં બે વસ્તુઓ કારણભૂત બની છે. એક તો એ કે તે વખતે તેની શકિત પરદેશી રાજ્ય સામે લડવામાં, તેને કાઢવામાં એક પ્રતિકારક શક્તિ તરીકે લગાડવામાં આવી હતી. તે એક ઠંડી તાકાતરૂપ હતી. આજે તે દર પાંચ વર્ષે આવતા ચૂંટણ-જંગમાં ખર્ચાય છે. બીજી વાત તે વખતે તે પોલિસો, જાસૂસ, આદિવાસીઓ વગેરે બધા વચ્ચે સત્ય-અહિંસાને પ્રયોગ કરવાની વાત ગાંધીજીએ કરી તેને સાકાર આપવાનું કામ બાકી રહી ગયું છે. એટલે
સ્વરાજ્ય પછી (ધાર્યા કરતાં વહેલું સ્વરાજ્ય આવી જતાં) એ સવાલ ઊઠ કે વિદ્યાપીઠ, આશ્રમ, ચરખાસંધ, નઈ તાલીમ સંધ વગેરેને ઘાટ કેમ અને કેવી રીતે આપો? ગાંધીજી વખતે રચનાત્મક કાર્યકરેની ઝંખના પ્રયોગ કરવાની હતી, પણ પરદેશી સત્તા અને જાસુસીની જાળ હેઈને, એ બધા ઉપર પ્રતિબંધ હોવાથી તેને આકાર આપવાની ઝંખના પૂરી ન થઈ શકી. સ્વરાજ્ય પછી એ ઝંખનાને પૂરી કરવા માટે એ તાકાત જુદા જુદા પ્રયોગો કરવામાં રોકાઈ ગઈ. જુગતરામભાઈ નારાયણદાસકાકા, મગનભાઈ શિવાભાઈ વગેરેની શકિત, જુદી જુદી સંસ્થામાં પ્રયોગ કરવામાં, ગુજરાતમાં પ્રયોગ કરવામાં લાગી. એવી જ રીતે બીજા પ્રાંતનાં રચનાત્મક બળોની શક્તિ પણ પ્રયોગમાં લાગી. પ્રવેગાત્મક વસ્તુ એકાગ્રતા માગે છે. પ્રયોગમાં આ બધા એકાગ્ર થતાં, દેશની ભાવાત્મક એકતા તરફ ધ્યાન ન આપી શકાયું અને તેને ન ગોઠવી શકાણું. ભાવાત્મક એકતા વગર સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ શકે. આ એક બીજું કારણ પણ એ ઠંડી તાકાત ઓછી થઈ જવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com