________________
૩૯૬
આર્યનાયકમ વિનેબાજી સાથે રહ્યા. વિચાર-વિનિમય કર્યા બાદ વિને બાજીએ કહ્યું: “અત્યારે “નઈ તાલીમ”નાં વિદ્યાલયને બંધ કરી ભૂદાનના કામમાં લાગી જવું જોઈએ.” એ વિદ્યાલય બંધ કરાવ્યું, તે ઠીક હતું કે અઠીક, એ વિષે હજુ મતભેદ છે. એ વિદ્યાલય બંધ નહોતું થવું જોઈતું એ (આપણે) વિનમ્ર મત છે. એ તાલીમ દેશના ઘડતર માટે હતી અને સ્વરાજ્ય પછી એને તરત જ અપનાવવામાં આવી હોત તો આજે રાષ્ટ્રનું ઘડતર કંઈક જુદું જ હોત. એટલું ખરું કે ગ્રામદાની ગ્રામોમાં વિનોબાજીએ નઈ તાલીમને પ્રયોગ કરવા આશાદેવીને પ્રેર્યા હતા. અણસાહેબ સહસ્ત્રબુધે કોરાપુર (ઓરિસા)માં આ પ્રોગ કરી રહ્યા હતા. વિનોબાજીની પ્રેરણા લઈ આશાદેવી પણ ગ્રામોને ન ઘાટ આપી રહ્યા છે.
ગાંધી વિચારનું ત્રીજું બળ જે કે પહેલાં બે બળ જેટલું પ્રબળ નથી છતાં તેનું આગવું મૂલ્ય તે છે. આ બળમાં જુદી જુદી વ્યક્તિઓને સમાવી શકાય. ઉપરના કાર્યો જેટલું નહીં પણ વ્યાપક રીતે વધુ સક્રિય કામ આંતરરાષ્ટ્રિય મજૂર પરિષદ (ઇટુક)માં અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરે કામ કરી રહ્યા છે. એને રાજ્ય સંગઠનનું અંગ બનાવ્યા સિવાય મજૂરોનું સ્વતંત્ર સંગઠન રાખી, ચલાવી રહ્યા છે. રીતસર કેંગ્રેસ સાથે જોડાયા વગર એ સંસ્થા વર્ષોથી કામ કરી રહી છે. બીજી તરફ શ્રી ગુલઝારીલાલ નંદા (નંદાજી) ટ્રસ્ટીશીપવાળો સમાજ રચવા મથી રહ્યા છે. તેઓ આયોજન પ્રમુખ હોઈને મજૂર સંગઠનો સાથે એને સુમેળ સાધવામાં ફાળે આપી રહ્યા છે. આમ, જવાહરલાલજી, વિનોબાજી, અનસૂયાબહેન, બેંકર અને નંદાજી સુધીને ગાંધી-વિચારમાં ફાળે છે; એમ ફળે છે.
પણ, આ બધી સંસ્થાઓને સત્ય અહિંસાની દષ્ટિએ મૂલવવાનું કામ, નવું સંસ્કરણ કરવાનું કામ, હજ કરવાનું બાકી રહે છે. વિનોબાજી માત્ર સૂચના અને વિચાર આપે છે. પણ તેને આકાર આપવા અંગે તેઓ ભાંજગડમાં પડતા નથી. ગાંધીજીનું એવું ન હતું. ગાંધીજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com