________________
૩૮૭
બેકારે ઘટે એ માટે પંચવર્ષીય યોજનાઓ–આમ ગણવા બેસીએ તે ઘણો ફેરફાર, દેશમાં સેંધપાત્ર છે અને કોંગ્રેસ કલ્યાણ રાજ્યની દિશામાં જઈ રહી છે એમ લાગે છે.
જ્યારે એ તરફ ભગીરથ પુરુષાર્થ ભારતે કોંગ્રેસ દ્વારા આદર્યો ત્યારે જ આટલા બધા વખતની ગરીબી, નિર્વાસિતોને પ્રશ્ન અને ત્રીજી બાજુ પાકિસ્તાન, ચીન, ગોવા વગેરે પ્રશ્નોમાં યુદ્ધ માટે તૈયાર રહેવાની, તૈયાર રાખવી–આ બધા કારણોસર તેમ જ જૂની અમલદારશાહી અને શાસનતંત્રની બદીઓના કારણે, ધાર્યું હતું તે અપેક્ષાએ પરિણામ નથી દેખાતું. એના કારણે હતાશ થઈને યોગ્ય અને અયોગ્ય ટીકા થયા કરે છે. એક વસ્તુ યાદ રાખવાની કે જે તંત્ર આપણને મળ્યું છે તે સરકારી કર્મચારીઓનું તંત્ર કલ્યાણકારી નહોતું. ન્યાયાધીશે માત્ર આગલી કોર્ટીના ચુકાદાઓ ભણી જોયા કરે છે. તેઓ પુસ્તકોમાંથી બહાર નીકળી શકતા નથી. ખુદ સરકારી પ્રોસીક્યુટરો પણ સરકારી કેસને ઢીલો બનાવી દે છે. એવી જ રીતે રેવેન્યુ અને પિલિસ પણ બરાબર નહીં; એટલે કે ત્રણે ખાતાં બરાબર નથી.
મીરજાફર, મીરકાસમ અને અમીચંદ જેવા માણસે આ દેશમાં દ્રોહી તરીકે નીકળ્યાં. કંપની સરકાર વખતે કલાઈવના જમાનામાં કે રાણી સરકાર વખતે સીવિલિયને રાખવાન–પિતાને અનુકૂળ જનને રાખવાની પ્રથા ચાલી. રાજા અને પ્રજા બન્નેય નજરાણાં આપવા લાગી ગયેલાં. રાજસ્થાનના રાજાઓ, સરકારના પ્રતિનિધિને ખુશ રાખવા ભેટ સોગાદ આપતા. આમાંથી ધીરે ધીરે લાંચ આપવાની અને લાંચના નામે ભેટ લેવાની “ડાલી”-પ્રથા શરૂ થઈ. ધીમે ધીમે એ રીતસરની લાંચ રૂશ્વતમાં બદલાઈ ગઈ. આમ જોવા જઈએ તે બ્રિટીશ શાસન એક કુશળતંત્ર હતું. અને એ દૃષ્ટિએ પ્રજાને કુશળ તંત્ર મળ્યું પણ તે લાંચિયું તંત્ર હતું અને સાથે સાથે તે પ્રજા પ્રતિ બેદરકારી તંત્ર હતું. તેથી પ્રજામાં હોંશ ન પ્રગટી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com