________________
૩૧
તાં, ઘણું જ રૂપે આ પાયાની વાતને રૂંધવાનો પ્રયાસ કરે છે. એથી લોકોને અસતેજ દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે.
લોકો જુએ છે કે આ અમારી પાસે મત મેળવવા માટે જ કાંઈકેય સેવા કરે છે. પેલે ઉમેદવાર પણ જનતા આગળ જઈને સાફ સાફ કહે છે: “મેં આટઆટલી સેવાઓ આપી છે માટે મને મત આપ !” આ સેવાના મૂલ્યની કરૂણતા છે. ટુંકમાં સેવાનું મૂલ્ય સ્વતંત્ર રહેતું નથી. સેવા સત્તા સાથે જોડાઈ જાય છે અને સત્તા માટે સેવા બની જાય છે. પરિણામે કલ્યાણ રાજ્યની બધી પ્રવૃત્તિઓ કોંગ્રેસીઓના હાથતળે કે અસરતળેના માણસો દ્વારા ગોઠવવાની ખેતી ખેંચતાણ ઉપજે છે. આ વૃત્તિના કારણે મૂડીવાળાઓ કેવળ વધુ નફો, વધુ વ્યાજ કે વધુ વેપાર ક્યાં મળે તે જ જોવા માંડે છે.
મૂડી કે સત્તા લોકો માટે છે–સેવા માટે છે એ ખ્યાલ પેદા કરવા માટે વિશ્વવાત્સલ્ય નિર્દિષ્ટ અનુબંધ વિચારધારા રાજ્ય અને પક્ષથી અલગ રહી કાર્ય કરે છે. તેને આધાર નૈતિક-ધામિક પરિબળ છે. એ પરિબળમાં ઘણું જ મોટી તાકાત રહેલી છે. આ સહજ સરકારે આ દેશમાં હજારો લોકોમાં પડેલા છે. પીપળાને પાણી પાવું, કીડિયારાં પૂરવાં, પક્ષીઓને ચણ નાખવી, પૂજાપાઠ કરવી, કુતરાને રોટલો નાખવો, ગાયને રોટલી નાખવી વગેરે આ બધું સહજ બની ગયું છે. આને સત્તા કે સંપત્તિ સાથે કોઈ સંબંધ નથી. તેવી જ રીતે સત્તા અને સંપત્તિને સેવા સાથે કોઈ સંબંધ નથી.
જે આવું બને તો રૂપ પકડવાનું કામ સહેલું બને. જે આ બધાને બોજ છેલ્લે બ્રહ્મચારી એવી સાધુ સંસ્થા સંભાળે તે ઉત્તમ. ભકતો આપણે ત્રણેના વિશ્વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્યના સમન્વયની હદે પહોંચ્યા નથી. પહોંચીએ તે ઉત્તમ, સર્વોત્તમ કાર્ય થઈ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com