________________
૩૮૯
બોલાવીને શિખામણ આપવા લાગ્યા: “આટલું મોટું કામ થાય તે તેમાં આટલો બગાડ થાય જ ને? તેમ ગાંધીવાદી લોકો કંઈક વહેવારૂ થતા જાઓ !”
આમ થવાનું કારણ એટલું જ કે “રાજ્યમાં આમ તે થયા જ કરે ! ” એ ભાવના જડ થઈ ગઈ છે. જે એજ કામ મહાજનનું હોય તો
કોઈને રખે ખબર પડી જાય !” એ રીતે લોકો ડરીને માંડ પોતાની જરૂરતનું લે. કારણકે “ધર્માદાનું ન ખવાય” એવી સામાન્ય માન્યતા હોય છે. મહાજનની ઉદારતા એવી હોય છે કે જે માણસ લે તે અપ્રતિષ્ઠિત ન થાય એની કાળજી રાખે? એટલે સમાજનાં જન સંગઠને કામ કરે ત્યાં પ્રજા ઘડતર થાય છે; પણ રાજ્યદ્વારા પ્રજાનું ઘડતર થતું નથી. વિધવાત્સલ્યને દષ્ટિકોણ
એટલે જ વિશ્વ વાત્સલ્યની અનુબંધ વિચારધારા કહે છે કે “સમાજની મૂળભૂત શક્તિ વધે તે રીતે રામે માત્ર મદદરૂપ થવું જોઈએ. માનવમાં પડેલી સવૃત્તિઓનો અને સ્વતંત્રતાઓને વિકાસ થવું જોઈએ” આ માટે વિશ્વ વાત્સલ્ય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે જન-(ગ્રામ) સંગઠનને જુદા તારવી, એ કામ રાજ્યથી અળગું ગોઠવવામાં માને છે. આમાં કશું નવું નથી. રાજ્ય તો આવા ઘટકોમાંથી ઘડાયેલા પ્રતિનિધિઓ નીચેથી આવે તેમના કહ્યામાં રહેવાનું છે. આ રીતે નીચેથી આયોજન થશે. તે નક્કર અને પાયાનું આયોજન હશે. આ ભાગે ઓછી મૂડીવાળાઓ અને મધ્યમવર્ગના માણસે ગામડાં તરફ વળશે. તે પ્રદેશવાર નીતિ નક્કી કરશે રાજ્યને કહેશે : “અહીં અમુક વર્ષો સુધી મિલ્કત વેરામાંથી અથવા અમૂક બાબતોમાંથી મુક્તિ આપે.” રાજ્ય પણ તેમનું જ કહ્યું કરશે.
પણ આ બધું કરે કોણ? એટલેજ મહારાજ શ્રી સંતબાલજી કહે છે કે “પુનર્રચના રૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com