________________
[૧૭] કલ્યાણરાજ્ય અને તેની
પૂર્વ ભૂમિકા [૧૩-૧૧-૬૧]
શ્રી દુલેરાય માટલિયા
રાજ્ય દ્વારા લોકોનું કલ્યાણ થાય એને કલ્યાણ રાજ્ય કહેવામાં આવે છે. આ અંગે અગાઉ ચર્ચા વિચારણામાં થોડેક વિચાર કરવામાં આવ્યો છે. આજે કલ્યાણરાજ્યની પૂર્વ ભૂમિકા ઉપર વિચાર કરવાને છે.
આપણે ત્યાં ભારતમાં રાજ્યને એક પ્રકાર રહ્યો છે. વર્ષોથી રાજ્ય અંગે એક પ્રકારની ક૯૫ના-સુખાકારીની કલ્પના બંધાએલી છે. તેમાં રાજ્યની ફરજોમાં, (૧). દુષ્ટોને દંડ આપવો, દમન કરવા અને સજજનેને આગળ વધારવા અગર તે સત્કારવા (૨) ગાય (પશુઓ), બ્રાહ્મણે (જ્ઞાનીઓ) અગર તો ચારે વર્ણોની રક્ષા કરવી (૩) લોકહિત માટે કામ કરવું–વ.ને સમાવેશ થાય છે. જે રાજ્યમાં સજનને આદર, દુર્જનને દંડ, જ્ઞાની, ગાય તેમ જ દરેક ધંધાવાળાના હિતનું રક્ષણ થાય, ગરીબોને ન્યાય મળે–તે રાજ્ય સારું રાજય કહેવાતું. એવા રાજ્યની એક ક૯૫ના શ્રી રામચંદ્રના રાજ્યથી પણ પ્રચલિત છે અને રામરાજ્ય એટલે સુખી રાજ્ય એવી લગભગ ધારણા છે. કલ્યાણ રાજ્યને મેળ આ રામરાજ્ય સાથે ઘણે અંશે મળતા આવે છે.
ભારતમાં રાજાઓના ઉપદેશમાં આ વાત આવે છે. ભારતના સામાજિક ઈતિહાસમાં, આવું રાજ્ય ક્યાં હતું, કોણ કરતું તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com