________________
૨૮૩
(૧) રક્ષણ (૨) ન્યાય (૩) પિલિસ બંદોબસ્ત અને વ્યવસ્થાતંત્ર (૪) તેમનું ખર્ચ ચલાવવા માટે મહેસુલ ખાતુ. આ ચારે કામ એક બીજા સાથે સંકળાયેલાં છે. રાજ્ય એટલે રક્ષણ. રક્ષણ એટલે ન્યાય, ન્યાય એટલે પિલિસ સુરક્ષા અને વ્યવસ્થાતંત્ર અને એ તંત્રનું સંચાલન એટલે મહેસુલની ઉઘરાણી.
રામરાજ્ય અને ત્યાર બાદ અમુક રાજાઓનું રાજ્ય એ આદર્શ પ્રણાલિકાને જાળવી રાખવા સમર્થ બન્યું પણ પછી, પિતાના પ્રજાની સુખાકારીના નામે બીજી પ્રજાઓને હરાવવી, તેમના રાજ્યને હડપી લેવુ એને એક ઈતિહાસ છે. ભારતમાં પણ ક્રમે ક્રમે વિજેતા રાજ્યોના વંશજો રાજ્ય કરતા રહ્યા અને તેમની એ મને વૃત્તિ રહી કે હારેલી પ્રજાને કચડીને રાખવી. આ મનોવૃત્તિનાં દર્શન આપણને છેલ્લાં ૨૦૦ વર્ષમાં ભારતના ઈતિહાસમાં ઠેર ઠેર એટલે હદ સુધી જોવા મળે છે કે આવું એકતંત્રીય કડક રાજ્ય હતું. તે જાણતાં કંઈક થઈ જાય છે.
આજ સુધી જે એકતંત્રીય કે એક રાજશાહી રાજ્ય હતું ત્યાં રાજ્ય કર્મચારીઓને શું શીખવવામાં આવતું ? ન્યાયમાં કડક રહેવું. ન્યાયમાં કડકાઈ રાખવા માટે પોલિસતંત્ર અને જેલખાના ગોઠવવામાં આવ્યા. પોલિસને એજ કહેવામાં આવ્યું કે “ખૂબ કડક રહેવું; નહીં તે પ્રજા ઉછાંછળી થઈ જશે. કડક રહેશે તે તમારી ધાકથી પ્રજા ગુને નહીં કરે અગર તો ગુને કરતાં થથરશે.” રાજ્યના અમલદારો વગેરેને કહેવામાં આવ્યું કે “કડકાઈથી મહેસુલ વસુલ કરે, દુનિયામાં કડકાઈથી જ રાજ્ય ચાલી શકે. રાજ્ય નબળું હોય તો પ્રજા એને ઉથલાવી પાડે.” આઈ. સી. એસ. ડીગ્રી મેળવનારને કડકાઈના નિયમ જ સમજાવવામાં આવતા, ભણાવવામાં આવતા કે તમારે માણસ સામે જોવાનું નથી. માણસ કોણ છે? કે છે? એ સામું જોશો તે ન્યાય આપી શકશે નહીં. માટે તમારે તે કાયદાનાં પુસ્તકો સામે જોવાનું છે. કાયદે ગધેડે છે. એની લાત જેના ઉપર પડી જાય તે પડી જાય. એ જેતે નથી કે સામો માણસ કેવી પરિસ્થિતિમાં છે ? તમારે તે અકકલ જ ચલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com