________________
૩૬૨
સકામ વૃત્તિ સહન–આ બાબતે તે સુસંગઠન દ્વારા પ્રગમાં મૂકયા પછી જ થઈ શકે. એનું આચરણ તે સુસંસ્થાઓ દ્વારા ઘડતર વડે થઈ શકે છે તે સ્પષ્ટ હકીક્ત છે. લોકનીતિની ત્રીજી નિષ્ઠા માટે “દંડ નિરપેક્ષ લેકશક્તિની જે છેલ્લી વાત કરવામાં આવી છે તે અંગે કોઈ પણ પ્રયોગ કેજના વગર તે લોકોના ગળે ઊતરે એ જરા વધારે પડતું છે. એના માટે તે જ્યાં જ્યાં હિંસા, અન્યાય અને અત્યાચાર થાય ત્યાં હિંસાના બદલે અહિંસાના પ્રયોગ કરીને બતાવવા જોઈએ. એમ ન થાય તે બીજા અનિષ્ટ અને અરાજક્તા પ્રસરવાને માટે ડર રહે છે. રાજ્યના હાથમાં વ્યવસ્થા કરવાનો અધિકાર લોકોએ આવે છે. હવે કોઈ પણ પ્રકારને દંડ ન રહે એવું વિધાન કરનારાઓએ જોવું જોઈએ કે કોઈ પણ સ્થળે હિંસા ફાટી ન નીકળે તેના ઉપાયો કાર્યકરોએ કરવા જોઈએ; અને જે તેફાને ફાટી નીકળે તો ત્યાં હેમાવા માટે જવું જોઈએ, અને તપત્યાગ વડે શાંતિ સ્થાપિત કરવી જોઈએ. જેથી રાજ્યને (સરકાર ) કાયદે, કાનૂન, કોર્ટ, પિલિસ, લશ્કર, શસ્ત્રાસ્ત્રો વ. દંડશક્તિને પ્રયોગ ઓછામાં ઓછો કરવો પડે એવી ભૂમિકા જનતામાં ઊભી કરવી જોઈએ. લવાદી પ્રયોગ દ્વારા ઝઘડાઓ પતાવવા જોઈએ. શુદ્ધિપ્રગ દ્વારા અહિંસક પ્રતિકાર, અન્યાય નિવારણ માટે કરે જોઈએ તેમજ ઘડાએલી શાંતિસેના દ્વારા હુલ્લડ વખતે શાંતિ સ્થાપિત કરાવવી જોઈએ. આ બધા કાર્યક્રમો વડે લોકોની હિંસાના બદલે અહિંસા ઉપર નિષ્ઠા વધારવી જોઈએ. - આ બધા ઉપર બતાવેલા પ્રયોગો વિશ્વ વાત્સલ્યના પ્રયોગકારોએ નાનકડા પ્રદેશમાં સુસંગઠન દ્વારા કર્યા છે અને દંડનિરપેક્ષ લોકશક્તિ ઊભી કરી છે. વિશ્વ વાત્સલ્યના એ પ્રયોગકારોને શ્રદ્ધા છે કે જે એવા જ પ્રયોગ સર્વોદયી કાર્યકરે પણ કરે તો જ દંડનિરપેક્ષ લેકશક્તિ ઊભી કરી શકે. વિનોબાજીએ જે નિષ્પક્ષ સમાજની કલ્પના કરી છે તેને
ગ ભા. ન. કાઠા પ્રાયોગિક સંઘે સત્તાથી પર થઈને સિદ્ધ કરી બતાવ્યું છે. તેમજ વિરોધી પક્ષ અને નિષ્પક્ષ સમાજની જે કલ્પના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com