________________
૩૭૩
વિનોબાજીએ મૂકેલો વિચાર સારો હતો પણ તે વખતનાં તેમના સાથીઓ અને અમુક વિરોધી વલણનાં કારણે સ્વીકારી ન શકાય. પણ પછી, તેનું મૂલ્યાંકન થયું અને એટલા માટે જ તે વિચાર આજે રાષ્ટ્રીય એકીકરણ સમિતિના રૂપમાં હસ્તીમાં આવી રહ્યો છે. વિચારે સુધી તો કંઈ જ વિચારવાનું નથી પણ સવાલ વિનેબાજીના સ્વભાવને આવે છે અને તેમને મળેલા સાથીઓને પણ આવે છે.
કેરળમાં તેઓ નબુદ્રિપાદને અહિંસા તરફ વાળશે એમ માની કેલપાનના ઉપવાસ અંગે એક શબ્દ પણ ઉચ્ચારી શક્યા નહીં. દિભાષી વિષે તેમને અભિપ્રાય પહેલાં તરફદારીને આવ્યો પણ વિરોધ થતાં એમાં પણ ફેરફાર થવા લાગ્યો. “મહાગુજરાતવાદીઓના તોફાન વખતે સરકારની ગેળી કરતાં તેફાનીઓની પથરાબાજી વધારે હિંસાવાળી હતી, એટલે કે પ્રજાને ઉશ્કેરીને થયેલી પથરાબાજી કરતાં, ; પ્રજાની ચુંટાયેલ સરકારને ગોળીબાર અહિંસાની વધુ નજીક હતો.” એવો તેમને અભિપ્રાય ઘણું મોડે પડ્યો અને તે તાત્ત્વિક જ રહ્યો. બીજી બાજુ સર્વોદય મંડળ એ કોઈ પ્રભાવ ન બતાવી શક્યું. ઉપરાંત પોતાનું ગજું નાનું અને એકતાને નામે બધા પક્ષોને ભેગા કરાયા તેથી આછકલાપણું વધારે જણાયું.
આ તરફ કોંગ્રેસમાં સ્થાપિત હિતેને અો, જૂથબાજી, અધિકારીઓનાં લાંચ રૂશ્વત તેમજ ભ્રષ્ટાચાર વગેરેના દાખલા આવતા ગયા તેમ તેમ શ્રી ઢેબર બહુ વ્યથિત થયા પણ તપાસ કરવાની વાત કોંગ્રેસ સ્વીકારી ન શકી. આમ વિચાર અથડામણ થઈ. બીજી બાજુ ભૂમિહીનેને ભૂમિ કંઈક મળે, ખેતી સાથે સામાન્ય યની સમતુલા થાય; આવા વિચારે ઉટાકામમાં વિચાર પરિષદ છે, પણ તેમણે જોયું કે કોંગ્રેસને પ્રવાહ એ વળાંકે વળે તેમ નથી. એટલે ઉપરાઉપરી બે વાર પિતે (શ્રી ઢેબર) પ્રમુખ બન્યા બાદ એ કામ ઈન્દિરા ગાંધીને સેંપી, પ્રમુખપદેથી તેઓ છૂટા થયા. કોંગ્રેસના આવા રૂપાંતરમાં કોંગ્રેસ પ્રમુખની ખુદની તાકાત પણ ઓછી પડી. એવી જ રીતે
:
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com