________________
૩૭.
પૂરું પ્રજા-ઘડતર થશે નહીં; તેમજ અશુદ્ધ પડી રહેલી કે બની જતી રાજ્યશક્તિ પ્રજાની તથા નૈતિકતાની શક્તિ ઉપર ચડી બેસશે. આમ થશે તે થોડી વિભૂતિઓ ચાહે ગમે તેટલી મહાન હોય, તે યે આજના જગતપ્રવાહમાં તેમનાથી કોઈ અસરકારક કે નકકર કામ બની શકશે નહીં. આ વાત ધીરે ધીરે વિનોબાજીને સમજાતી જતી હોય અથવા કુદરતના દબાણને લીધે થતું હોય તેમ લાગે છે. વિશ્વવાત્સલ્યની અનુબંધ વિચારધારા જે મૂળ વાતો કહે છે તે માર્ગે સર્વોદયી કાર્યકરોને આવવું પડતું હોય અને તેનું સ્વરૂપ બદલાતું જતું હોય તેમ લાગે છે.
વિનોબાજીને ચેલવાલમાં મળેલી દેશની સર્વપક્ષીય પરિષદ ઉપરથી કંઈક આશા બંધાયેલી કે નક્કર પરિણામ આવશે. એમણે રાષ્ટ્રિય એકતા માટે રાષ્ટ્રીય એકતા પરિષદનું નામ સૂચવ્યું હતું. રાષ્ટ્રવિકાસનાં કાર્યો, સમગ્ર દેશનાં છે, માટે એવી બાબતમાં જુદાઈ ન હેવી જોઈએ. તે અંગે પ્રાંત, ભાષા, કોમ વગેરેના ઝઘડા ન લેવા જોઈએ. મતભેદ ભલે હેય પણું મન ભેદો ન હોવા જોઈએ. આ માટે તેમણે શ્રી ઢેબર અને શ્રી પ્રકાશને નીમ્યા. ત્યારે શ્રી મેરારજીભાઈ જેવા અગ્રણી નેતાઓને આ વિચાર સ્વીકાર કરવામાં થોભ થત હત; કારણ કે મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્રની લડતમાં
સર્વોદયી કાર્યકરે જે રીતે વર્યા હતા; ગોળીબારને જે દ્ર તેમણે વિરોધ કર્યો હતો અને સર્વોદયી કાર્યક્રમોમાં પક્ષના શંભુ મેળાને જે રીતે મેદાન મળ્યું હતું તે બધું જોઈને લાગી આવે એ સ્વાભાવિક હતું
ગુજરાતમાં વિનોબાજી આવ્યા ત્યારે શ્રી નારાયણ દેસાઈ વગેરેએ જે વહેવાર કર્યો અને ઢેબર, જશુ મહેતા વગેરે બધાને બીજા પક્ષના માણસો જેવા ગણીને તેમણે જે રીતે વર્તન ચલાવ્યું તે ઉપરથી લાગ્યું કે આ છોકરડો છે અને સંત વિનેબાજી આવી છોકરબાજી ચલાવી લે છે. એટલે શ્રી ઢેબરને પણ મુશ્કેલી લાગી કારણ કે આવા અપરિપકવ બળ સાથે પાનાં પાડવાં બરાબર નથી. ટુંકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com