________________
૩૭૫
વાપરે છે; સુષુપ્ત લોકમતને જગાડે છે. કાનૂન સંશોધન માટે પણ તે શક્તિને વાપરે છે. જ્યાં વ્યકિતગત જરૂર પડે ત્યાં ક્રાંતિપ્રિય સાધુઓ પોતાની શક્તિને વાપરે છે. કેરલની કોમવાદી સંસ્થા સાથેની બાંધ છેડમાં તથા, દિબાકી તોડવાની કેગ્રેસની ઢચુપચુ નીતિમાં મુનિ શ્રી સંતબાલજીના સત્તર ઉપવાસ થયા. તેમાં એ બે બાબતો પણ અવાંતર જ હતી. એજ રીતે સાંસ્કૃતિક બાબતમાં ભાષા પ્રશ્નમાં કોંગ્રેસ ઢીલી પડી ત્યારે ગુજરાતના પ્રાયોગિક સાથે શુદ્ધિ પ્રયોગ કર્યો હતો. એકવાર કોંગ્રેસની સામાન્ય ચૂંટણું ચાલતી હતી. ગ્રામ સંગઠનને તરછોડવા અને અવગણવામાં એક કેંગ્રેસી આગેવાન અને તેની આસપાસનાં માણસો કામ કરતાં દેખાયાં. તે વખતે એક તરફ ગ્રામસંગઠને અને પ્રાયોગિક સંધ વગેરે કેડ બાંધીને કેંગ્રેસને મદદ કરી રહ્યાં હતાં, ત્યારે પણ શ્રી સંતબાલજીએ ચૌદ ઉપવાસ કર્યા હતા.
ટુમાં કેટલીકવાર એવું લાગે છે કે વિનોબાજી સૂત્રરૂપે બોલે છે તે તેનું ભાષ્ય કે આચાર સંહિતા, રાષ્ટ્ર અને વિશ્વના મોરચે શ્રી સંતબાલજીને ભાલનળકાંઠો પ્રયોગ આચરી રહ્યો છે. એટલે વિશ્વ વાત્સલ્ય વિચારધારાની વધુ નજીકનું બળ સર્વોદય લાગે છે. અપરિગ્રહ, ચિંતન અને સેવાલક્ષીપણુ એ ત્રણે ગુણોની દષ્ટિએ પણ નજીક છે. પૂ. મહારાજ શ્રી અને નેમિમુનિ તો એજ કહે છે કે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ પછી અનુબંધ વિચારધારા પ્રમાણે એનેજ-રચનાત્મક કાર્યકરોની સંસ્થાને નંબર આવે છે. આ બધું હોવા છતાં ખરી અગત્ય તે પરસ્પર નજીક આવીને આખી વાત સમજવામાં છે.
ઉપવાસોમાં જોખમ તો છે જ; જેમ હમણું માસ્તર તારાસિંગના ઉપવાસે ખેટાં મૂલ્યોની દિશા લીધી હતી. તે છતાય, કાનૂનભંગ, દંગલ, અસંતોષ વગેરે કરતાં શુદ્ધ નૈતિક સામાજિક દબાણનો માર્ગ ઊંચો જ છે. સમાજને અહિંસાની દિશામાં લઈ જનારે છે. એટલે સંતબાલજી વહેવારૂ નીતિ ઉપર ભાર મૂકે છે. વિનોબાજી જેમ ભકિત ઉપર ભાર આપે છે તેમ સંતબાલજી કર્મવેગ ઉપર ભાર મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com