________________
૩૬૭
સંગઠનો નથી, પોતે ઊભાં કરતાંયે નથી અને ઘડવાની પણ જવાબદારી લેતા નથી. એનું કારણ એમની વેદાંત સંતવૃત્તિ છે. તેમણે સત્યઅહિંસાની અને વિષમતા દૂર કરવાની વાત કરી, કાર્યકરોને પણ સત્તાલક્ષી બનવા કરતા સેવાલક્ષી બનવાની વાત કરી. પણ, એથી રાજ્ય સંગઠન (સત્તા)ની શુદ્ધિ કે ઘડતર કરવાના બદલે સર્વોદયી કાર્યકરો કોંગ્રેસની ટીકા કરવા મંડી પડ્યા. એથી બીજા પક્ષો નજીક આવ્યા પણ એકંદરે સર્વોદયી કાર્યકરોને તેમને કડવો અનુભવ થયો અને બધાને ભેળવતાં સર્વ પક્ષોનો ખીચડો કરી નાખ્યો અને લોકોની કોંગ્રેસ પ્રતિ શ્રદ્ધાને ડહેળાવી નાખી. પરિણમે કેટલાક સારા કોંગ્રેસ કાર્યકરે પણ કેગ્રેસમાંથી ખસી ગયા. આ નીતિથી સંસ્થા ઘડાતી નથી કે કાર્યકરે પણ ઘડાતા નથી.
સર્વોદયી કાર્યકરોએ ગમે તે કારણે એમ માની લીધું છે કે વિનોબાજી જાતે સંસ્થામાં માનતા નથી. પણ ખરેખર એવી વાત નથી. વિનોબાજી સંસ્થામાં માને છે; પણ સંસ્થાને ઘડવામાં માનતા નથી. આના સંદર્ભમાં તેમણે પરિસ્થિતિ–પરિવર્તનના કાર્ય પ્રસંગે કહ્યું હતું કે “ગુણવાન સંસ્થાઓને રાખવી, દોષ મુકત સંસ્થાઓને છોડવી અને જેમાં ગુણ વધારે અને દોષ ઓછા હોય તેવી સંસ્થાઓને પણ રાખવી અને ઘડવી.” પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થા જરૂરી છે, પણ, સંસ્થાને ઘડવાનું કામ સમાજનું છે, એમ તેઓ માને છે. જ્યારે વિશ્વ વાત્સલ્ય પરિસ્થિતિ–પરિવર્તન માટે સંસ્થાઓ સ્થાપવાની અને ઘડવાની જવાબદારી પ્રાયોગિક સંધ અને ક્રાંતિ પ્રિય સાધુઓની માને છે.
મતલબ એ કે આજના સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય વચ્ચે સૈદ્ધાંતિક ફરક બહુજ ઓછો છે. ફરક છે એના પ્રયોગની પ્રક્રિયામાં. એના લીધે ભૂમિદાન કાર્યક્રમોમાં ગૂંચવાડા ઊભા થાય છે અને પ્રાયોગિક સંઘવાળા પણ દૂર રહે છે. બન્ને નજીક આવે એની ભૂમિકા તૈયાર થવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com