________________
૩૬૬ લાવવાનું સૂચન કર્યું. પણ તે વખતના સંગેમાં ગાંધીજી પતિ આદર હોવા છતાં, તેમના દ્વારા પ્રસ્તુત “સત્ય-અહિંસાની ભાવનાને જાળવવાની ઈચ્છા હોવા છતાં; એ શબ્દો બંધારણમાં તેઓ લાવી ન શક્યા. ગાંધીજી કે ગ્રેસથી ટા થયા પછી પણ ઘણું આંચકા આવ્યા, અલગ રહ્યા, છતાં છેવટ સુધી તેને સમર્થન આપતા ગયા.
વિનોબાજીએ એનાથી જુદે માર્ગ અપનાવ્યો છે. કોંગ્રેસે શાંતિમય બંધારણની રીતે આગળ વધવાની દિશા સ્વીકારી છે. સામ્યવાદી લોકે ગુપ્તતા અને હિંસાને છડેચેક માને છે અને ગ્રેસ પણ એ બન્નેને આશ્રય લેશે તો આગળ નહીં વધી શકે. તે માટે અગુપ્તતા
અને અહિંસાનો આશ્રય લેવો જોઈએ. આ બે વસ્તુઓ અને આર્થિક વિષમતા મટાડવા માટે જમીન ઉપરની માલિકી ઘટાડવા માટે ભૂદાન વગેરેના કાર્યક્રમો એમણે ઉપાડ્યા. બ્રહ્મપુરીમાં કોંગ્રેસના મુખ્ય કાર્ય કર્તાઓ આગળ તેમણે પિતાના વિચારો રજૂ કર્યા. કોંગ્રેસે હવે સત્યઅહિંસાને પ્રગટ કરી વિષમતા તેડવી જોઈએ. ઢેબરભાઈએ તે માટે પ્રયત્નો કર્યા. પં. જવાહરલાલજીની સંભાવના રહી, છતાં પણ કોંગ્રેસ એ વસ્તુને ન સ્વીકારી શકી. કોંગ્રેસ એક પક્ષ રૂપે નહીં પણ રાષ્ટ્રના ધન રૂપે છે તે છતાં વિનોબાજીએ બીજા પક્ષોને તેની હરોળમાં મૂકવા કહ્યું કે “કૃપલાણી, અશોક મહેતા, લોહિયા વગેરે વિરોધ પક્ષમાં હોવા જોઈએ, એમની સેવા વિરોધપક્ષમાં જરૂરી છે; વિરોધ પક્ષમાં રહે તે છતાં તેમની સેવા દેશ માટે જરૂરી છે. તેઓ પણ દેશના રત્ન છે.” વિનોબાજીએ આમ કોગ્રેસને બધા પક્ષની બરાબરીમાં મૂકી તે બરાબર ન થયું અને ૫. જવાહરલાલ નેહરૂને પણ તે વાત ન ગમી. ' ત્યાર બાદ બધા કોંગ્રેસ વતી સત્તા લેવા માટે ઝંખવા લાગ્યા. એટલે વિનોબાજીએ સત્તા નિરપેક્ષ રહેવાની વાત કરી. વિનોબાજીએ આ ભૂમિકાએ કોંગ્રેસને એકપક્ષ કહી, સર્વ સેવા સંઘ પક્ષાતીત રહે એ માટે વિનોબાજીએ લોકનીતિની વાત કરી. લોકનીતિ લોક ઘડતર વગર ન થઈ શકે. વિનોબાજીની મુશ્કેલી ત્યાં છે. લોકોને ઘડવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com