________________
૩૬૮
ચર્ચા-વિચારણું ગાંધીજી બાદ સર્વોદય વિચાર પ્રવાહ
શ્રી માટલિયાજીએ સર્વોદયના રાજકીય દૃષ્ટિકોણ ઉપર આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ગાંધીજીએ કોંગ્રેસમાં રાજકીયનેતાઓ અને નવલોહિયા યુવાને બંનેને વિનય અને સેવાથી આકણોને કોંગ્રેસનું રૂપાંતર કરી તેને વાહન શી રીતે બનાવી તે વિષે આપણે સવારે વિચારી ગયા હતા.
ગાંધીજી પછી સર્વોદયના વિચારને વેગ અને ગતિ આપનાર વ્યક્તિઓમાં મોખરે બે પુરૂષ આવે છે: (૧) ૫. જવાહરલાલ નેહરૂ, (૨) વિનોબા.
પં. જવાહરલાલે ૧૯૩૩માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાવીરૂપ દેશના ઉદ્યોગેનું રાષ્ટ્રીયકરણ, દેશના વૈજ્ઞાનિક તંત્રનું ઉદ્યોગીકરણ, અને સમાજવાદની આસપાસમાં રાજ્યની નીતિ ગોઠવવા અંગે વિચાર્યું. પણ ત્યારે ખૂબ ઉહાપોહ થશે. મહાત્માજીએ પણ પંડિતજીની સાથે પત્રવહેવાર કર્યો. તે વખતે વકીલો, વિદ્વાને, મૂડીવાદીઓ વગેરે બધા જ કોંગ્રેસની સાથે હતા. તેમને સ્થાપિત હિતવાળા ગણીને કોંગ્રેસની શકિત ન તેડવી એમ બાપુ વગેરેની સલાહ હતી. પંડિતજીએ તે વખતે ધીરજ રાખી. પણ પાછી સન ૧૮૫૦માં તેમણે એ વાત ફરીથી મૂકી. ત્યારે બાપુ ન હતા. પણ, ચતુરવૃદ્ધિ સરદારે સલાહરૂપે કહ્યું :
લોકો ચમકી જશે. પરદેશોમાં પણ વિરોધ થશે. એ લોકોને કહેવાનું થશે કે આ તો સામ્યવાદ તરફ જઈ રહ્યા છે.” એટલે મૂળ સ્વરૂપ એજ રહે પણ એની એજ વાત બીજા શબ્દોમાં કહેવી જોઈએ! એટલે તે વખતે “સહકારી કલ્યાણકારી રાજ્ય ” એ મતલબના શબ્દ મૂકાયા. “આવડી અધિવેશન” વખતે “સમાજવાદી ઢબ” અને પછી ક્રમે ક્રમે “ સમાજવાદી સમાજ રચના” શબ્દો મૂકાયા. અને છેવટે “લોકશાહી સમાજવાદી રચના” શબ્દ આવી પહોંચે. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com