________________
વિનોબાજીએ મૂકી છે તેને પૂરક–પ્રેરક બળ માનીને પ્રાયોગિક સંઘ કામ કરવા માટે પ્રેરાય છે. રાજ્યની શુદ્ધિ અને પુષ્ટિનું બમણું કામ એ કરે જ છે.
સાર એ છે કે જે વિચાર સર્વોદયના આધુનિક પ્રેરકોએ, રાજનીતિ વિષે મૂક્યા છે, તેને વિશ્વ વાત્સલ્યના પ્રેરક અમલમાં લાવી સક્રિય રૂ૫ આપે છે. એટલે સર્વોદય અને વિશ્વ વાત્સલ્યમાં વિચારમાં ઝાઝો ફેર રહેતો નથી. ક્યાંક ફેર રહે છે તેને સર્વોદય એક યા બીજી રીતે, સાચું લાગ્યા પછી સ્વીકાર કરે છે અને કરશે. મૂળ ફરક રહે છે આચારને. સર્વોદયના પ્રેરક આ દૃષ્ટિકોણ સમજી જે કંઈ તત્વ ખૂટે છે તેની પૂર્તિ, વિધવાત્સલ્યની રીતે કરી, કામ કરશે તે સર્વોદય અને વિશ્વ વાત્સલ્ય એક વ્યાસપીઠે રહીને કાર્ય કરી શકશે, અને એથી દેશ અને દુનિયાને મોટો લાભ થશે.
સત્તા માટે તે બન્ને નિરપેક્ષ છે. સર્વોદય, સત્તાસીન ગ્રેસ પક્ષના સિદ્ધાંતને અંજલિ આપવા છતાં તેને મતદાન માટે નિશ્ચિત બનાવી શકતો નથી. જ્યારે વિશ્વ વાત્સલ્ય તેને નિશ્ચિત કરવાની. પ્રક્રિયા વર્ષોથી આદરી છે. અને જ્યાં રાજ્ય શાસન પક્ષ (કોંગ્રેસ) સિદ્ધાંત ભંગ કરતા દેખાય છે ત્યાં પ્રેમપૂર્વક વિરોધ, સમજૂતી અને
અહિંસક શુદ્ધિ પ્રયોગ દ્વારા તેને અટકાતવા અને સિદ્ધાંત ઉપર સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે. સર્વોદય નિષ્પક્ષ કે પક્ષાતીતતાના નામે બધાય પક્ષેને ગેળ અને ખેાળની જેમ એક સરખા ગણું શંભુમેળે ઊભું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે વિશ્વ વાત્સલ્ય સંસ્થાઓને પાયો પ્રેરક બળ અને ઉછેરના મૂળભૂત ફરકને ઊંડાણથી સમજીને કોંગ્રેસ પક્ષમાં જનતા અને જનસેવકોના સંગઠનરૂપે પૂરક પ્રેરક-બની તેની શુદ્ધિ-પ્રષ્ટિ કરી, ઉપરોકત રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ સક્રિય લાવવા મથે છે.
આ છે સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com