________________
૩૫૮
જરૂર નથી.” આ રીતે પરસ્પર વિરોધી અને અસંગત વિચારોથી સર્વોદયના રાજનૈતિક દૃષ્ટિકોણમાં ગુંચવાડે ઊભે થાય છે.
શાસનમુક્તિ સાથે શાસન ઉપર ઋષિઓની નૈતિક સત્તાની વાત, સરકારી ન હોવી જોઈએની સાથે સરકારનું સ્વરૂપ જનતા ઉપર નિર્ભર છે–ની વાત; આમજનતા અને કાર્યકરે બન્નેને ગુંચવાડામાં નાખનારી વાત છે. આનું એકજ કારણ છે કે વિધાન પાછળ પ્રયોગયુક્ત અનુભવ થયો નથી. એની પાછળ -વિનોબાજી ઉપર વેદાંતની અસર જણાઈ આવે છે, એટલે તેઓ વિચાર ઉચ્ચ હોવા છતાં આચાર પાછળ ઝાઝું ધ્યાન આપતા નથી.
ત્યારે, વિશ્વ વાત્સલ્યના પ્રગોમાં, વિનોબાજી જે વાત સર્વોદય વિચાર રૂપે રજૂ કરે, તેને અમલ થાય છે. ભારતના ઈતિહાસમાં એવું છે કે અહીં રાજનીતિ-લોકનીતિને અનુકૂળ રહી છે, કારણ કે અહીં રાજ્યને સમાજનું એક અંગ વર્ણવ્યવસ્થા પ્રમાણે ગણવામાં આવ્યું છે. એનાથી તદ્દન ઊલટું પશ્ચિમના ઈતિહાસમાં છે કે ત્યાં રાજ્ય એજ સર્વોપરિ ગણાતું. આ પાયાની વાત સમજ્યા વગર લોકનીતિ કે રાજ્યનીતિને તફાવત નહીં જાણી શકાય.
એટલે ભારત માટે ઐતિહાસિક પરંપરા પ્રમાણે જે અનુકૂળ વાત છે તે લોકશાહીની છે. ભારતીય લોકશાહીમાં રાજ્યનું ઘડતર લોકે દ્વારા થવું જોઈએ, લોકોનું ઘડતર લેક સંસ્થાઓ દ્વારા થવું જોઈએ; લોકો અને રાજયનું ઘડતર લોકસેવકો દ્વારા સંગઠનના માધ્યમ વડે થવું જોઈએ અને સર્વ ઘડતર ક્રાંતિપ્રિય સાધુઓ દ્વારા થવું જોઈએ. - ઉપરોક્ત દષ્ટિએ વિશ્વવાત્સલ્યમાં ભાલ નળકાંઠા ક્ષેત્રમાં પ્રાયોગિક સંઘ દ્વારા અને ગ્રામ સંગઠને કે જનસંગઠન દ્વારા રાજ્યનું ઘડતર અને શુદ્ધિ થાય એવો પ્રયોગ વર્ષોથી ચાલી રહ્યો છે. આમ તે રાજ્યમાં પણ લેકશાહી શાસન હેઈને લેકેજ છે, લોકોના પ્રતિનિધિ છે. એટલે લેક અને રાજ્ય બને જુદાં રહેતાં નથી પણ બન્નેની મર્યાદા અલગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com