________________
૩૮૭ *
નળ. કાંઠા પ્રયોગ-વિશ્વ વાત્સલ્ય સાથે જોડાઈ જાય અને ભાલનળ કાંઠા પ્રયોગે પણ સર્વોદયની સાથે તેના સુકાર્યો છે તેની સાથે અનુબંધ જેડીલેવું જોઈએ. તે આ બન્ને મળી આખા વિશ્વમાં અહિંસાને નાદ. ગજવી શકશે. સર્વોદયી કાર્યકરે જેશે તે તેમનાં ખૂટતાં તો વિશ્વવાત્સલ્યના ભાલ નળ કાંઠા પ્રયોગમાં તેમને જરૂર મળી આવશે. સુંદર છે પણ સર્વાગી નથી :
શ્રી દંડી સ્વામી બેલ્યા : “વાત સાચી છે કે વિનોબાજી વિધતામાં સુંદર છે પણ સર્વાગીપણુમાં કાચા છે. ત્યારે ગાંધીજી પાસે સર્વાગી દ્રષ્ટિ હતી. ગાંધીજી બધા ક્ષેત્રની આરપાર નીકળતા. તેઓ મુત્સદ્દી પણ હતા અને મહાત્મા પણ હતા. મુત્સદ્દી એટલે ખેલાડી ગણાય, તેમાં પણ સત્યનું બિંદુ બરાબર નજર આગળ હેય અને, સાધનની શુદ્ધિ જળવાય તે બન્નેનું કલ્યાણ સાધી શકાય, આમ ગાંધીજી, સર્વાગી, સર્વોદયી અને આધ્યાત્મિક એમ ત્રિમૂતિરૂપ હતા. તેમના કાર્યમાં લોકસંગઠન, લોકસેવક સંગઠન વગેરે સંગઠિતરૂપે , સહાયક બનેલા.
ત્યારે વિનેબાજી નિમિત્તના કાર્યક્રમોમાં સંગઠિત બળના જોડાણની. કચાશ પ્રથમથી રહી ગઈ છે. આમ છતાં એમના નિમિત્તના વિચારો એ. અમૂક અંશે રૂપ લીધું અને રચનાત્મક કાર્યકરો એક સ્થળે ભેગા થયા, એ સારું થયું છે. પણ જાગૃતિ અને સતત ક્રિયાશીલતા ન રહી તે ખામી થઈ છે. હવે તે પુરાવી જોઈએ.” એક દ્વિધા
શ્રી દેવજીભાઇ : “સંત વિનેબા એક વ્યકિત તરીકે આપણે પૂરે આદર મેળવે છે પણ જેઓ તેમને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર લેખાવે છે અને એમણે જાતે પણ જે વિશ્વક્રાંતિના દાવા સાથે કામ ઉપાડ્યું અને પછી આ સ્થિતિ થઈ તેથી બહુ મોટું નુકશાન પણ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com