________________
ગ્રામદાન વિષે કહું તો કેટલાક કાર્યકરોએ વિશેષ અતિશયોક્તિ કરીને મેળવ્યાં. કેટલાકે વિનોબાજીની આડે, રાજ્ય અને સમાજ પાસેથી કંઈક મળશે એમ ધારીને ગ્રામદાન કર્યા. કેટલાકે ગ્રામદાન કરશું તે સરકારી કરજ વગેરેમાંથી રાહત મળશે એવા લોભે કર્યા. બાકી ભૂમિદાનમાં, ભાલ નળ – કાંઠાને તેમ જ આદરોડાનો વગેરે પ્રસંગ બન્યા તેમાં તો પ્રત્યક્ષ સફળતા નજરે ચડી. ટુંકમાં જ્યાં સંગઠને અને નૈતિક દેખરેખ બરાબર રહી, ત્યાં વાંધો ન આવ્યો. છતાં દીર્ધદષ્ટિનો અભાવ અને ખાસ લોકોએ ભૂદાન પ્રણેતાનું જાગૃતિપૂર્વકની ક્રિયાશીલતા બાબતમાં જે ધ્યાન દોરવું જોઈએ તે ન દોર્યું, પરિણામે વ્યવસ્થા, સાવધાની કે સર્વાગીપણું ન રહ્યાં. બાકી પાટણમાં એ જમાનામાં પૂ. શ્રી રવિશંકરજી મહારાજના સાનિધ્યમાં જે કાર્ય થયું તેમાં ઈશ્વરીય પ્રેરણ હતી એવું લાગ્યું. પણ ગાંધીજી જેમ સાવધાન રહેતા તેમ, આ સર્વોદય કાર્યક્રમોમાં કાર્યકરેએ સાવધાનીપણું અને સર્વાગીપણું બને ન રાખ્યાં. તેના વગર સફળતાને કરૂણ ફેજ આવ્યો. ગતિ સાથે દિશા સૂચન
શ્રી સુંદરલાલ : ગતિની સાથે દિશા સુચન હંમેશા રહેવું જોઈએ. સર્વોદયમાં ગતિ વર્ધકતા તો રહી પણ દિશા સૂચન ખસી ગયું. વિનેબાજ પ્રતિ મને પૂરે ભાવ છે. પણ કાર્યક્રમો પરત્વે તે કહેવું જોઈએ ! “દળાતું ગયું અને કુતરાઓ ચાટતા ગયા” એના જેવું થયું. સત્ય સાથે અહિંસા તેજાબનું કામ કરે છે. પણ ગ્ય સ્થાનનું ભાન હોવું જોઈએ. હું ભૂદાન કાર્યકરો સાથે ફરતો પણ તેમાં ઊંડા ઊતરતાં સર્વાગીપણું અને ચોક્કસ દિશા ન દેખાઈ
આપણે પણ રેજી, રેટી સલામતિ અને શાંતિના કાર્યક્રમો આજે ચાલે છે તેને દિવસે દિવસે વધારશું તેજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રમાણે કામ ચાલશે, નહીંતર આપણું પવિત્ર અને વિશાળ કાર્યક્રમના પણ એજ હાલ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com