________________
[૧૬] સર્વોદયનો રાજનૈતિક દ્રષ્ટિકોણ [૬-૧૧-૧] | મુનિશ્રી નેમિચંદ્રજી અને
શ્રી દુલેરાય માટલિયા (૧)
મુનિશ્રી નેમિચંદ્રજી સર્વોદયના વિચારનું ખેડાણ મહાત્મા ગાંધીજીએ જુદા જુદા પ્રયોગ વડે કર્યું. અને તેમના અવસાન પછી વિનેબાજીની પ્રેરણા અને ફૂરણાથી સર્વોદયમાં નવો વળાંક આવ્યો અને ભૂદાન વગેરે કાર્યક્રમો ચાલ્યા. આ કાર્યક્રમોમાં વિનોબાજીની વિચારશકિતને પ્રશ્ન છે; તે બહુ વ્યાપક છે એ જોવામાં આવ્યું. પણ, જે એ વિચારેની પ્રગશક્તિ ઊભી ન થાય, અગર તે એ વિચારો પ્રયોગમાં લોક ઘડતરની સાથે મૂકવામાં ન આવે, ત્યાં સુધી એ વિચારે બહુ જ ઊંચા હોવા છતાં, પ્રયાગ વગર વિચાર માત્ર રહી જાય છે. એટલે આજના સર્વોદયમાં પ્રયોગ ન થયા; તેને સંગઠિત રૂપ આપવામાં આવ્યું નહીં. એટલે સર્વોદયમાં જે મોટું ખૂટતું તત્વ હતું તે છે
આચારનિષ્ઠા.” આ અંગે આ અગાઉ ચર્ચાઈ ગયું છે. અહીં સર્વોદયની રાજનૈતિક દષ્ટિ અંગે જરા વિચાર કરવાને છે.
સર્વોદયમાં રાજનીતિ અંગે વિનોબાજીનાં વિચાર પણ બહુ જ - વ્યાપક છે. પણ તે ભૂમિકાએ પહોંચવા માટે વ્યવસ્થિત કાર્યક્રમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com