________________
૩૪૬
કહેવું જ શું? એનું એક બીજું કારણ એ પણ હતું કે સ્વરાજ્ય આવ્યા બાદ રાજ્યને ભરડ જનતા ઉપર વધતા જતા હતા. તેમાં આ આશાજનક કાર્યક્રમ આબે, એટલે લોકોએ રાહતનો દમ અનુભવવ્યા. પણ એમાં વ્યવસ્થા, ઊંડાણ કે ધપાવવાનો કાર્યક્રમ ન હોવાથી એવી પરિસ્થિતિ થઈ છે કે લોકો અન્યાય સામેના બીજા ભવ્ય કાર્યક્રમમાં પણ જનતા અને જનસેવકો ભળતા અચકાશે. સર્વોદયને કાર્યક્રમ વ્યાપક છે તે પ્રમાણે તેમાં ઊંડાણ આવે તે જ તે કંઈક સાધી શકશે. પાયાની ભૂલ
શ્રી બળવંતભાઈ: આર્થિક વિષમતના કારણે, એકના બદલે દશ માણસો મળી રહેતા. શ્રીમત લોકો ગરીબોને ચૂસતા હતા અને બીજી તરફ સામ્યવાદી હિંસક કૃત્ય આચરી રહ્યા હતા. એવા સમયે વિનોબાજીએ તેલંગણના પ્રસંગ ઉપરથી ભૂદાનને કાર્યક્રમ મૂકો. એટલે શેષણખેરે સામેને તે કાર્યક્રમ છે એમ માની લેક રાજી થયા. પણ એકલા વિચાર-પ્રવાહથી શું વળે?
શ્રી માટલિયાએ કહ્યું છે તેમ વિનોબાજી નિમિત્ત આ કાર્યક્રમને ગાંધીયુગના રચનાત્મક કાર્યકરો અને સંસ્થાઓ પણ ન ઝીલી શકી. સંસ્થાઓની મમતા, રાજ્યાશ્ચિતપણું કે ઊંડા લોકસંપર્કને અભાવ ગમે તે કારણે વિચાર ઉદ્દામ હોવા છતાં, પરિસ્થિતિ વિચારવા જેવી બની ગઈ. સર્વોદયમાં જયપ્રકાશજી જેવા પણ ગયા જેઓ રાજકારણથી નિર્લિપ્ત છતાં નિર્લિપ્ત ન રહી શક્યા.
મારા નમ્ર મતે શાસનમુકિત, સંસ્થા મુક્તિ અને નિધિમુક્તિ એ ત્રણેય વાત મૂળમાં ભૂલવાળી હતી એટલે આજે ફરી શાસન-નિરપેક્ષ અને કોઈને કોઈ પ્રકારે સંસ્થા ઊભી થવાની વાત ચાલુ થઈ છે. નિધિ-મુકિતને બદલે નિધિ-સંગ્રહની ટહેલ સર્વોદય સંઘે કરેલી છે. હવે આ અંગે અગાઉથી જ જે ઊંડે વિચાર કર્યો હતો તે ? - મોડું ન થાય તે પહેલાં સર્વોદય જ્યાં અટકો છે ત્યાંથી ભાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com