________________
૩૧૩
કર્યા હોય તે ભૂમિ-દાન આપીને પ્રતિષ્ઠા પામી જાય છે અને સાધના વગરની આંતરિક શુદ્ધિના અભાવે તે બીજા અનિષ્ટોનો ત્યાગ કરી શકો નથી. આમ આજનો સર્વોદય ધાર્યું પરિણામ “બધાનો ઉદય” લાવી શકતા નથી.
આજને સર્વોદય રાજકીય ક્ષેત્રને તે અડવા માગતા જ નથી; તેનું કારણ એ છે કે સર્વોદયનું સિદ્ધાંત વાક્ય છેઃ “શાસનમુક્ત અથવા શાસન-નિરપેક્ષ સમાજરચના !” આનું પરિણામ એ આવ્યું છે કે જે ગાંધીજી શાસનને સ્પર્શતા અને કોંગ્રેસને ટેકો આપતા તેને જ (શાસન) આજને સર્વોદય અડવામાં માનતો નથી એટલું જ નહીં ગાંધીજી દ્વારા સત્ય અહિંસાની દિશામાં આગળ વધેલી, ઘડતર પામેલી, લોકશાહીમાં માનનારી અને જની; તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પંચશીલને અમલમાં મૂકનારી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ને ટેકો આપવામાં પણ માનતો નથી. તે કેવળ સત્તામાં રહેલ ગ્રેસ પક્ષની ટીકા કરીને રહી જાય છે. શાસન ન જોઈએ કે નિરપેક્ષ શાસન રહેવું જોઈએ એવી વાત તો થાય છે પણ બીજી તરફ શાસન સામાજિક કે આર્થિક ક્ષેત્રમાં જે ડખલગીરી કરે છે; ગમે તેવા કાયદા પસાર કરે છે તે અંગે સર્વોદય કાંઈ બેલ નથી કે નૈતિક અથવા લોક સંગઠને દ્વારા શાસન ઉપર અંકુશ રાખવામાં કે તેની શુદ્ધ કરવામાં માનતા નથી પરિણામે નિરંકુશ શાસન વધતું જાય છે.
સાંસ્કૃતિક ક્ષેત્રમાં, કૃત્રિમ સંતતિ નિયમન, અંગ્રેજી ભાષાનું માધ્યમ, પ્રાથમિક ધોરણમાં અગ્રેજીને પ્રવેશ, સહશિક્ષણ વગેરેના પ્રશ્નોમાં વ્યક્તિગત રીતે કદાય વિનોબાજી કે કઈ સર્વોદય નેતા કંઈ પણ કહી દેતા હશે પણ નૈતિક જનસંગઠને અને જનસેવક સંગઠન દ્વારા તેના અહિંસક પ્રતિકારમાં આજનો સર્વોદય માનતા નથી. એવી જ રીતે શિક્ષણના ક્ષેત્રમાં પણ શિક્ષણ પદ્ધતિ બદલવાની વાત વર્ષોથી વ્યક્તિગત રૂપે થયા કરે છે પણ સર્વ સેવાસંધ દ્વારા લોકસંગઠનેને સાથે લઈને સરકાર ઉપર નૈતિક દબાણ લાવવાનું કાર્ય આજના સર્વોદય દ્વારા થતું નથી. એવી જ રીતે મત્સ્ય ઉદ્યોગ, માંસાહાર–પ્રચાર, ગોવધ કે દારૂ પ્રચારના વિરોધમાં આજના સર્વોદય દ્વારા સંગઠિત અહિંસક પ્રતિકાર થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com