________________
૨
જીવવાને જ્યાને આવ્યો અને હવે તે મરીને જીવાડોને મંત્ર વિવાત્સલ્ય માર્ગે જતાં સર્વોદયના વિકાસમાં આવ્યો છે. એટલે પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ-ત્યાગની વાત આવી છે. મારા નમ્ર મતે તે દુનિયામાં એકેએક માણસ સુખથી અને ન્યાય પૂર્વક માનભેર રીતે જીવે તેવી સૌને સમાનાધિકારની જોગવાઈ થાય તે કદાચ અહિંસક પ્રતિકાર પણ ઓછા કરવા પડશે. અલબત્ત એ સ્થિતિએ પહોંચતા પહેલાં જેટલા જરૂરી લાગે તે બધાયે અહિંસક પ્રતિકાર કરવા જ રહ્યા. પણ એ અલગ અને આવશ્યક વાત છે.
આ દ્રષ્ટિએ ય કરતાં જાતમહેનત અને સાદાઈ ઉપર એટલે ભાર અપાય તેટલું જરૂરી છે અને મૂડી તથા રાજ્ય કરતાં સેવા અને નીતિ ઉપર જોર અપાય તે જરૂરી છે. દા. ત. ખેડૂત અને ગોવાળ જેવા શ્રમજીવીઓને બહુ ઓછું જૂઠ કે પ્રપંચ કરવાની જરૂર ઊભી થાય. પણ જમીનદાર કે સત્તાલોલુપી કે મૂડીવાદી વગેરેને સત્ય, નીતિ અને ન્યાય સાચવવાં કઠિન થઈ પડવાનાં. ત્યાં સુધી એમનું શોષણ ચાલુ રહેશે અને અહિંસક પ્રતિકાર કરવું પડશે. વિશ્વહિત માટે સર્વસ્વ ત્યાગની જરૂર
શ્રી બળવંતભાઈ કહેઃ “મારા નમ્ર મતે આજે કુટુંબનું, ગ્રામનું, દેશનું અને કદાચ આખાયે જગતનું અહિત થતું હોય તેવે તેવું કુકૃત્ય કરવા ઘણા લોકો તૈયાર થઈ જશે! ખરી રીતે તો વિશ્વહિત માટે સર્વસ્વ તજવાની વાત હોવી જોઈએ. - વિનોબાજીના ભૂદાન વ. પ્રવને જે અર્થમાં કામયાબ નીવડવા જોઈએ તેટલા નીવડ્યા નહીં. અસમાનતા દૂર કરવાની વાતો કરવાથી કંઈ ન થઈ શકે તે તે શ્રમ, સાચી કેળવણી અને એક્તાના પ્રયાસોથી જ થાય. સરકારની માત્ર ટીકા કરવી તે પણ બરાબર નથી. સરકારની એક મર્યાદા જરૂર છે પણ તે પિતાની મર્યાદામાં તે શક્ય તેટલો સાથ આપવા તૈયાર રહેશે. અલબત્ત રાજ્ય ઉપર પ્રજાનું અને પ્રજા ઉપર નીતિ ન્યાયનું પ્રભુત્વ હોવું જોઈએ. ધર્માધતા, વહેમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com