________________
૩૨૪
ભાગવતમાં રંતિદેવને કલેક આવે છે તેના કરતાં પણ નીચે ક વધુ અસરકારક છે, જે મારા મત મુજબ શિબિ રાજાને છે –
“ન હં કામયે રાજ્ય, ન સુખ, ના પુનર્ભવ,
કામયે દુઃખ તખ્તાનામ્ પ્રાણિનામાતિ નાશનમ્ .” મારે નથી રાજ્ય જોઈતું, નથી સુખ કે નથી પુનર્ભવ; માત્ર જોઈએ છે દુઃખી પ્રાણીઓના દુઃખનું નિવારણ. આ સંદર્ભમાં જ આપણે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ગાંધીજી વગેરેને લેવા જોઈએ. જો કે ગાંધીજીને એક અર્થમાં, આ યુગમાં ભગીરથ પ્રયાસ ગણાય. પણ એ અધૂરાને આગળ લઈ જવા ૫. જવાહરલાલ, વિનોબા તેમજ આપણે એમ અનેક બળે સંકલિત થઈ પ્રયાસ કરશું તે જ કાર્ય દીપી ઊઠશે. સર્વોય અને કલ્યાણરાજ જુદી વસ્તુઓ
શ્રી ચંચળબહેન : અહલ્યાબાઈ હેલ્કરને ત્રણ વર્ષનું બાળક હતું. અને તેના નામે તેણે ગાદી ચલાવવી શરૂ કરી. તે વખતે મરાઠાઓમાં હેલ્કર, ભેસલે, ગાયકવાડ અને સિધિયા એમ ચાર શાખાઓ હતી.
એકવાર ભોંસલે ચઢાઈ કરશે એમ સમાચાર મળતાં તે વીર નારીએ તેને સંદેશો મોકલ્યો : “મારા સ્વામી હમણાં જ ગયા છે એટલે કાયર બનીને હું આ વાત કહેવડાવતી નથી. પણ તમે મને જિતશે તે પણ જિતીને તમારૂં શૌર્ય દીપવાનું નથી અને હારશે તે અપયશ પામશો. ખરી વાત એ છે કે આપણે સૌ એક છીએ અંદર અંદર લડીને ખતમ થઈશું તો દેશ ઉપર અંગ્રેજો ચઢી બેસશે. આજે એકતા દાખવી આગળ વધવાનું છે.” આમ આ સંદેશાની જાદુઈ અસર ભોંસલે ઉપર થઈ અને એનાથી હજારોની કતલ થતા અટકી.
આમ સર્વોદયની દિશામાં રાજાઓ, રાણુઓ, બ્રાહ્મણો અને એ બધા પાછળ સંતોએ કામ કર્યું છે, ત્યારે તેની વિકાસગતિ ચાલુ રહી શકી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com