________________
ભગવાન બુધ્ધ આપી હતી તે જ ન રહી; સુસંગઠને સાથે અનુબંધ ન રહ્યો; ગૃહસ્થ સાધક-સાધિકા સાથે અનુબંધ પણ તૂટી ગયો અને વ્યવસ્થા બગડી. એટલું જ નહીં ભિક્ષુણીઓને સંઘમાં સ્થાન આપ્યા બાદ આગળ જતાં સંઘમાં એકબીજાને અનુબંધ ન રહેવાને કારણે બૌદ્ધ ધર્મ પતન પામે. એટલે કાર્યક્રમોમાં ચારેયને દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ.
આજના સર્વોદયમાં સંત વિનોબાજીએ સહુથી મહત્વને જે કાર્યક્રમ ઉપાડે તે ભૂદાનને. આખા દેશમાં એની સારી એવી ચળવળ ચાલી; વિદેશમાં પણ ભૂદાનની હવા ફેલાઈ. વિદેશથી લોકો એ જોવા માટે આવ્યા કે “ભારતમાં લોકો પ્રેમથી જમીન કઈ રીતે આપી દેવા તૈયાર થાય છે !” એમને આ કાર્યક્રમ જોઈ ખૂબ જ પ્રસન્નતા થઈ આશ્ચર્ય થયું; પણ સર્વોદયના ભૂદાનાદિ કાર્યક્રમોમાં કેટલાંક તત્ત્વ ખૂટતાં હતાં. તે પૂરાવાં જોઈતાં હતાં પણ તે ન પૂરાયાં. કાર્યક્રમોની સાથે જે રચનાત્મક કાર્યકરે જોડાયા તે ઘડાયેલા ન હતા. એટલે સર્વાગી દષ્ટિ આવે જ ક્યાંથી ? ભૂદાનનું કાર્ય એક રાહતનું કાર્ય સમજાવા લાગ્યું. કાર્યકરોને કઈ શિસ્તબદ્ધ સંગઠન કે સંધ ન થયાં. તેઓ વ્યક્તિગત રીતે ભૂમિહીન અને ભૂમિદાતાઓના સંપર્કમાં આવ્યા. તે જે જનતાના સંપર્કમાં કાર્યકરે આવ્યા તે જનતાનું કઈ નૈતિક સંગઠન ન થયું; તેથી ઘડતર થવાનો સંભવ ન રહ્યો. ભૂદાનાદિ થયા પછી તેની વ્યવસ્થા અપૂર્ણ રહી તેથી ગોટાળાઓ થવા લાગ્યા. કાર્યકરો, સર્વસેવા સંઘને નામે ભેગા થયા ખરા, પણ ત્યાં બંધારણ કે શિસ્તની વાત ઢીલી હોવાથી આર્થિક ગોટાળા પણ થયા. આ ભૂદાન કાર્યના આદ્ય પ્રણેતા સંત વિનોબાજીની પ્રકૃતિમાં સંગઠને અને સંગઠનના નિયંત્રણ ઉપર ઉદાસીનતા છે. એટલે તેમણે એ તરફ કદિ ધ્યાન ન આપ્યું. તેમણે વિચાર ફેલાવવાનું કાર્ય મોટે ભાગે રાખ્યું. પરિણામે વિનેબાજી જે ગામમાં જાય ત્યારે ત્યાં હવા ફેલાય પણ તેમના ગયા બાદ ત્યાં વિચારને અનુરૂપ કોઈ કાર્ય કે વ્યવસ્થા ન બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com