________________
[૧૫]
સર્વોદયના કાર્યક્રમો
અને ખૂટતાં તત્વે [ ૩૦-૧૦-૬૧] મુનિશ્રી નેમિચંદ્રજી અને
- શ્રી દુલેરાય માટલિયા
મુનિ શ્રી નેમિચંદ્રજી સર્વોદયના આજ સુધીના સ્વરૂપ વિષે અત્યાર અગાઉ વિચાર થઈ ચૂકયો છે. હવે સર્વોદયના ક્યા ક્યા કાર્યક્રમ છે? તેની વિશેષતા શું છે? અને તેમાં ક્યા કયા ત ખૂટે છે તે અંગે વિચાર કરી જોઈએ.
કોઈ પણ કાર્યક્રમ નક્કી થાય તે ચાર તત્ત્વોએ તેને તપાસ જોઈએ –(૧) સર્વાગી દૃષ્ટિ (૨) વ્યવસ્થા (૩) સુસંગઠને સાથે અનુબંધ અને (૪) સાતત્ય. જેથી કાર્યકરે અને જનસંગઠને ઉપર બરાબર નિયંત્રણ રહી શકે, આ ચાર વાતે જે કાર્યક્રમમાં નહીં હોય તે ગમે તે વ્યાપક હશે તે પણ તેમાં લોકશ્રદ્ધા, લાંબા વખત સુધી ટકી શકશે નહીં, અને તેમાં દઢતા કે ઊંડાણ નહીં આવે. બૌદ્ધ ધર્મના કાર્યક્રમોમાં એવું જ થયું છે કે તે વ્યાપક ખૂબ બન્ય; એક વખત લોકો તેના તરફ ખૂબ આકર્ષાયા; પણ ત્યાં ઊંડાણ ન આવ્યું તેથી શ્રમણ અને શ્રમણીઓમાં સ્વચ્છંદતા વધી, વિલાસિતા ફેલાઈ કોઈ અંકુશ ન રહ્યો કે કોઈ પ્રેરક બળ ન રહ્યું. જે સર્વાગી દષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com