________________
(૨)
શ્રી દુલેરાય માટલિયા કોઈપણ જીવનકાર્યને સમજવા માટે જૈનદર્શનમાં ત્રણ તો આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે –
(૧) નિશ્ચય ? એનું તાવિક સ્વરૂપ અગર તે તત્ત્વજ્ઞાન સર્વાગી અને સર્વક્ષેત્રીય દષ્ટિએ વિચારેલું છે કે નહીં?
(૨) વહેવાર : એને આચારમાં મૂકવા માટેની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાઈ છે. અમલમાં આ વસ્તુ કેટલી મૂકાય છે?
(૩) સંઘજીવન : સંધ અને સમાજ સાથે એને અનુબંધ છે કે નહીં !
નિશ્ચયને મુખ્યત્વે નજર આગળ રાખી જીવનને ઘડનાર છે તે સાધુ કહેવાય છે. વહેવારને મુખ્યતા આપીને જે પિતાનું જીવન ઘડે છે તે શ્રાવક કે સાધક કહેવાય છે; અને બહુજન સમાજ જે નીતિને નજરમાં રાખીને પિતાનું જીવન ઘડે છે તે માર્ગાનુસારી કહેવાય છે. આ ત્રણે આમજનતા, સાધકવર્ગ અને ક્રાંતિપ્રિય સાધુના સંદર્ભમાં કાર્યક્રમોનો વિચાર કરાય છે તે જીવન માટે ખૂબ ઉપયોગી નીવડે.
સર્વોદયના સંદર્ભને પણ એજ રીતે જોઈશું. આ રીતે કોઈ પણ વસ્તુ જેવાથી સાચી દષ્ટિ લાધે છે. ગાંધીજીએ પણ અને તેમના જેવાઓએ આ ત્રણેને જોયા. ગાંધીજીને જ્યારથી સાચી સમજણ આવી ત્યારથી નક્કી કર્યું કે “સત્ય એજ મારું જીવન છે; સત્યને ખોળે હું મારું જીવન સમર્પણ કરું છું. સત્ય પરમાત્મા મને જ્યાં દેરી જશે ત્યાં હું જઈશ! કોઈપણ રાજકીય પક્ષ, સંસ્થા, કુટુંબ કે જ્ઞાતિ જે સત્યને છોડીને ચાલશે તો તેને આશ્રય છેડી દઈશ. સત્યના પ્રયોગ કરનાર માટે સંપત્તિ, કુટુંબ કે પંથ કશુંયે નથી!” આ તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com