________________
તે જ આ કાર્યક્રમો પાર પડી શકે! આ વાત પરંપરાગત મોટા કાર્યકરોએ નાના કાર્યકરોને સમજાવવી જોઈએ પણ તેમ થતું નથી, કદાચ પિતે પણ ન સમજતા હોય એવું પણ બની શકે.
હવે તંત્ર (સંસ્થા) મુક્તિ અને પક્ષ મુક્તિના એમના કાર્યક્રમની પાછળ શું રહસ્ય છે? તે વિચારી લઈએ. રચનાત્મક કાર્ય કરનારી, ખાદી ગ્રામોદ્યોગની ઉત્પાદક સંસ્થાઓની પહેલાં તેમ એ હતી કે જે રાજ્ય કે શ્રીમતે વગર હસ્તક્ષેપ કર્યો મદદ આપે તે લેવી; પણ મૂળ તત્વ સચવાનું જોઈએ. વિનોબાજીએ જોયું કે સંસ્થાએ પિતે રાજ્ય કે બોર્ડને આધીન બનતી જાય છે અને સંસ્થાઓ ઉપર રાજ્ય પક્ષની પકડ વધતી જાય છે. સંસ્થાના કાર્યકરો પણ પિતાના સ્વાર્થ માટે એ સંસ્થાઓને પકડીને બેઠા છે અને છોડી શકતા નથી. આમાં સર્વોદય સંબંધી મૂળભૂત મુદ્દે દબાઈ જવા લાગે એટલે વિનોબાજીની અકળામણ વધવા લાગી. તેમણે કહ્યું કે “આ સંસ્થાઓ દ્વારા પ્રયોગાત્મક રૂપ કાંઈ પકડાતું નથી. તે માત્ર રાજ્ય, બોર્ડ કે કાર્યકરોના હાથારૂપ બની ગઈ છે. ” એટલે
સંસ્થાઓ છોડે એ જાતની તંત્ર મુક્તિ અને પક્ષની પકડ સંસ્થાઓ ઉપર દુર કરાવવા તેમણે પક્ષ મુક્તિને કાર્યક્રમ મૂકો. હેતુપૂર્વક સ્થપાતી કઈ સંસ્થાને તેઓ નિષેધ કરતા નથી. તેમની પ્રેરણાથી વર્ધામાં
બ્રહ્મ વિદ્યા વિહાર”, બેધ ગયામાં સમન્વય આશ્રમ” અને બેંગ્લોરમાં “વિશ્વ નીડમ” વગેરે સંસ્થાઓ, જ્ઞાન-ભક્તિ અને કર્મનો સમન્વરૂપે, કે સર્વધર્મ સમન્વયની દૃષ્ટિએ સ્થપાઈ છે. માત્ર તેઓ ત્યાં પતે રહીને ઘડતર કરી શકતા નથી અગર તે પોતે તે સંસ્થાઓના મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવામાં ઓછો રસ લે છે.
ત્યારે ગાંધી યુગના અને તે સમયના ઘડાયેલા, પીઢ, દષ્ટિવાળી અને વ્રતબદ્ધ કાર્યકરોએ-જેમાં નાનાભાઈ ભટ્ટ અને જુગતરામ દવે વગેરે મુખ્ય છે આશ્રમ સંસ્થાઓનું નિર્માણ કરી, તેના દ્વારા અનેક કાર્યકરોનું અને લોકોનું ઘડતર કર્યું. નવયુગને કાયા પલટે એવી સંસ્થાઓએ કર્યો. એમણે જોયું કે સર્વોદયના પાયાના કાર્ય તરીકે સંસ્થાઓના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com