________________
૩૪૧
ઘડતરનું કાર્ય છે. એટલે હોમાઈ જવાની કે ફેકાઈ જવાની પરવા કર્યા વગર એવા ગાંધી યુગના મરજીવા લોકસેવકો કૂદી પડ્યા.
હળપતિ મુક્તિ ને કાર્યક્રમ પહેલવહેલાં શ્રી જુગતરામભાઈ દવેએ ઉપાશે ત્યારે એમના માટે સ્થાપિત હિતેએ એટલે સુધી પ્રચાર કર્યો કે એમનું ભાષણ કોઈ પણ સ્કૂલમાં ન થવા દેવું. “આશ્રમ બાળી મૂકશે!” એવી અફવાઓ પણ આવી અને એકવાર તે એમ લાગતું હતું કે આશ્રમ તૂટી પડશે. પણ તેમણે તે નકકી કરેલું કે “ભલે આશ્રમ બાળે કે ભાષણ ન થવા દે, પણ સ્વરાજ્યની હાકલ છે એટલે મારે આ કાર્યક્રમ પાર પાડે જોઇશે!” આજે પંદર પંદર વર્ષના ગાળા પછી પણ કેટલીક સંસ્થાઓ અને કાર્યકરોમાં કાર્યક્રમ માટે કે. સામુદાયિક અહિંસક પ્રયોગ માટે હોમાઈ જવાની ભાવના આવી નથી. એટલે જે સંસ્થાઓ, જનસેવકના ચારિત્ર્ય ઘડતર અને લોકોના નૈતિક ઘડતર માટે જરૂરી છે તે ભલે રહે પણ બાકીની રાહત-રોજી આપનારી અને રાજ્યના પૈસા ઉપર ટકી રહેનારી સંસ્થાઓએ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પિતાનું રૂપ બદલી નાખવું જોઇએ અને સેવા સંસ્થારૂપે મટી જવું જોઈએ. તેમજ કાર્યકરોએ એનાથી દૂર રહેવું જોઈએ; આ હતી સંસ્થા મુક્તિ કાર્યક્રમ પાછળની ભાવના. પણ કાર્યકરે અને લોકોના ઘડતર માટે વિનોબાજીની સંસ્થાઓ નિષ્ફળ નીવડી કારણ કે ચોક્કસાઈ પ્રશ્ન ઉકેલ અને માર્ગદર્શનના અભાવે કોઈ સસ્થા પિતાના નિશ્ચિત ધ્યેયને ન પહોંચી શકી.
હવે રહી લેક સંગઠનની વાત. આ સંસ્થાઓએ સાધક કોટિના કાર્યકરે તૈયાર કરવાના હોય છે. સામાન્ય લોકોમાં જ્ઞાન અને સમજણ ઓછાં હોય છે. જ્યાં ગરીબી છે ત્યાં પહેલું કામ એને દૂર કરવાનું હેય છે. આખું ગામ ગરીબીમાં એકતાન-એક પરિવાર કઈ રીતે બને ! ગરીબી દૂર કરવા માટે કાર્યક્રમ હેવા જોઈએ. માત્ર જમીનથી આ પ્રશ્ન નહીં પડે. એના માટે ગામેગામ ગ્રામ સંગઠન હોવાં જોઈએ. જે નૈતિક જ્ઞાન ઉપરાંત ગંદકી શાથી થાય છે; ગંદકીથી શું શું રોગો થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com