________________
૩૪૩
આવી શક્યા. બધા પ્રાંતમાં કાર્યકરોની લગભગ આ સ્થિતિ છે. એટલે આજે સર્વોદયના કાર્યક્રમોમાં વિચારનાં તો બરાબર છે પણ લોકસંગઠન દ્વારા પ્રયોગ, ઘડતર અને સંગઠને સાથે અનુબંધના તો ખૂટે છે. વિશ્વવાત્સલ્ય-પ્રયોગ અને સર્વોદય પ્રયોગ એ બે ઘોડાઓ છે. ફેર એટલો જ છે કે એક ઘોડો આચારમાં ખૂટતાં બીજા તોને પૂરે છે; બીજો પૂરતો નથી. જે સર્વોદયના કાર્યકરે તૈયાર હોત તે લોકશકિત ઊભી કરી શકાત અને સંગઠન દ્વારા ઘડતર કરી શકાત.
બાકી આધુનિક સર્વોદયના પુરસ્કર્તા સંત વિનોબાજીના કાર્યક્રમોની . આંતરરાષ્ટ્રિયક્ષેત્ર ઉપર અસર થઈ છે એ એના પ્રબળ નિશ્ચય, વિચારતત્વને દર્શાવી જાય છે. ભૂમિદાન, શાંતિસેના, એકતા પરિષદ, અવિકસિત દેશને મદદ એ ચાર કાર્યક્રમો, વિશ્વના મોરચે એક યા બીજી રીતે સ્વીકારાયાં છે. એવી જ રીતે વિશ્વના સાધુઓને એક થવાની, શાંતિસેનાની આવશ્યકતા, પક્ષમુક્ત સેવાદળની, ગ્રામસ્વરાજ્યની (વિકેન્દ્રીકરણ દ્વારા) ટોચ મર્યાદા. આ વાતાએ ઘાટ પકડ્યો છે. હવે તે વિનોબાજીના વિચારોની છણાવટ કરી, આચારમાં ક્યાં ખામી રહે છે, એ આપણે બધા યે મળીને દૂર કરવાની છે. આમ કરીશું તે સર્વોદયના કાર્યક્રમોમાં ખૂટતાં તો આપણે પૂરી શકીશું.
ચર્ચા-વિચારણું સર્વોદયને વ્યાપક કાર્યક્રમ પણ જાગૃતિપૂર્વક આગળ ધપવું રહ્યું
શ્રી પૂજાભાઈએ સર્વોદયના કાર્યક્રમો અને ખૂટતાં તો ઉપર ચર્ચા ઉપાડતાં કહ્યું : “ભૂદાન કાર્યક્રમમાં કેટલાક સમજપૂર્વક, કેટલાક દેખાદેખીથી, કેટલાક સ્થાન પ્રતિષ્ઠા અને કેટલાક અંદરથી લાભ મેળવવાની લાલચથી ખેંચાયાં. ઘણાને એ જેમ પેદા કરનારે સુંદર કાર્યક્રમ લાગ્યો અને કેટલાકને દેશના ઉદ્ધારને સર્વોત્કૃષ્ટ કાર્યક્રમ જણ. રાજકીય કાર્યક્રમોમાં બાપુજીના કારણે જે જાગૃતિ રખાઈ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com