________________
૩૩૭
અસંગતિઓ અને ઘર્ષણે ઊભાં થાય છે. જેમ પોલિસ વિના-શિસ્તની સજાગ ભાવનાએ રાજ્ય ચાલી શકે, એમ જીવનને વહેવાર પણ • અથડામણો વગર જ્ઞાન વડે ચાલશે.
આ વાત સમજાવવા ગાંધીજીએ ટોલ્સ્ટૉય આશ્રમમાં એને પ્રયોગ કર્યો. ક્રોપાટકિન અને ટોલ્સરોયના વિચારોના આ બી ગાંધીજીને મળ્યાં હતાં. વિનેબાજી આ વિચારના પુરસ્કર્તા છે. તેઓ કહે છે કે જે ૨૦-૨૫ સમજ કાર્યકરે આ વાતને નહીં સમજે અને શાસન વગર ન ચલાવી શકે તો શાસન-મુકત સમાજરચનાની વાત હવામાં રહેવાની છે. જે આ વિચારને માનનારા લોકો ઉપર દેખરેખ રહે, છુપી પોલિસ રહે, પ્રાયશ્ચિત કરવું પડે અને શુદ્ધિ કરવી પડે તે એ વિચાર અધૂરો છે.
એટલે જીવનદાનીની વાત આવતાં વિનોબાજીએ કહ્યું કે, જેને તંત્ર ન હોય, નિધિ ન હોય, પક્ષ ન હોય, કે કોઈ બંધન ન હોય તે જીવનદાની છે. તે પિતાની સર્વસ્વ શકિત ઈશ્વરને સમર્પે છે. આ રીતે સર્વસ્વ અર્પણ કરનાર માત્ર ઈશ્વરના આધારે રહે. તે મુઠ્ઠી અન્ન ભેગું કરી આત્મનિર્વાહ કરે, તેમ જ પિતાના નિર્મળ જ્ઞાન, ત્યાગ, તપશ્ચર્યા વ. ઉપર અવલંબિત રહે. આ નવાયુગના સાધુધર્મ છે અને તેના પ્રતીક રૂપે રવિશંકર મહારાજ છે. જેમણે પિતાની સર્વસ્વ શકિતને આ રીતે સમાપ છે, એવો જીવનદાની જે હશે તે સર્વસ્વ ત્યાગી બની લોકોના આધારે રહેશે.
પણ, વિનોબાજીના આ કાર્યક્રમનું રહસ્ય સમજ્યા વગર, ગમે તેવા ગૃહસ્થ-કુટુંબ બાળબચ્ચાંવાળા–ની પણ, જીવનદાની તરીકે ભરતી થવા લાગી ત્યારે ગોટાળો થયો. સાધુધર્મને લાગુ પાડવાના નિયમ ગૃહસ્થ ઉપર લાગુ કરવામાં આવ્યા. જે લોકો કુટુંબવાળા કે
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com