________________
૩૩૪.
પહેલો કાર્યક્રમ હતો. અને એ કાર્યક્રમમાં બાપુના જીવન પથને અનુસરનાર અને સ્વીકારનાર સર્વોદય વિચારના સાધુ કહેવાયા. શ્રી રવિશંકર મહારાજ આ માર્ગે આવ્યા, ત્યારે તેમની પત્ની કહેવા લાગી : “આ ખેતી અને બાળબચ્ચાનું શું થશે?” પણ તેઓ પ્રભુ ભરેસે છોડીને ચાલી નીકળ્યા.
સ્વામી આનંદ હિમાલયમાં રહેતા હતા, પણ બાપુની સ્વરાજ્યની હાલ સાંભળીને તે ત્યાંથી આશ્રમમાં આવી ગયા. કેદારનાથજી હિમાલયમાં યોગ સાધના કરતા હતા; તે બાપુના કાર્યયોગમાં જોડાવા ગૃહસ્થનાં કપડાં પહેરીને આવી ગયા. કિશોરલાલ મશરૂવાળા અને ગમતી બહેન પરણેલા હોવા છતાં અપરિગ્રહ વ્રત લઈને બાપુના કાર્યમાં પરોવાયા. વિનોબાજી બ્રહ્મચારી રહ્યા અને અપરિગ્રહી થઈ બાપુ પાસે રહ્યા. બાપુએ નવાયુગના સાધુઓની આ એક ફાળ ઊભી કરી. પિતાનું સર્વસ્વ મૂકીને બાપુના સત્યના વિચારને સમજવા માટે બાપુ પાસે જુદા જુદા ભાણસો આવ્યા. મામા સાહેબ ફડકેએ આદિવાસી જીવનના ઉત્થાન માટે પોતાનું જીવન ગાળ્યું. ઠક્કરબાપાએ પણ હરિજન અને પછાતવર્ગ માટે જીવનનું ઉત્સર્પણ કરી નાખ્યું. રવિશંકર મહારાજ જેવા આજે નજરે પડતા એ પૈકીના એક સંતપુરુષ છે. આમ ભારતમાં ઘણું નવયુગના સાધુચરિત પુરૂષે ગાંધીજીના નિમિત્તે પાકયા છે. - બીજે કાર્યક્રમઃ મહાત્મા ગાંધીજીએ સાધકો માટે બીજે કાર્યક્રમ મૂકે તે સાધકો માટે વ્રતમય જીવન ગાળવા આશ્રમ અને શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવી. અહિંસાથી માંડીને નમ્રતા સુધીના ૧૧ વ્રત સહિયારાં જીવનથી જ આવી શકે. એક દિવસમાં કે માત્ર બેલી જવાથી આ ગુણે આવી જતા નથી. બાપુએ આશ્રમ સ્થાપે તેથી તેમણે પોતાનું અને વ્રતબદ્ધ જીવન ગાળનારા સાધ કોનું જીવન ઘડતર કર્યું. જુગતરામભાઈએ શિક્ષણ સંસ્થા રૂપ આશ્રમ સ્થાપ્યો અને સમજણપૂર્વકનું વ્રતમય જીવન – ઘડતર કર્યું. આ સંસ્થાએ વ્રતને પષક બની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com