________________
૩૨૧
એ સ્થિતિ એ પહોંચવા માટે ક્રમબદ્ધ શું કાર્યક્રમ છે રાત્રે તેમની તબિયત સારી ન હોઈ ચર્ચા ન થઈ શકી; અને વહેલી સવારે જ તેઓ અંજાર તરફ રવાના થઈ ગયા હતા.
આ તરફ ભચાઉ ખેડૂત મંડળે ભાલનળકાંઠા પ્રયોગના અનુસંધાનમાં જેમ જેમ કાર્યક્રમો કરવા માંડ્યા તેમ તેમ લોકોમાં ધડ બેસવા લાગી. કાર્યક્રમો કે સફળ ઉકેલ વગરના એકાંગી કે કાલ્પનિક વાતેથી લકશ્રદ્ધા ધીમે ધીમે ડગી જાય છે. તે લાંબો સમય સુધી ટક્તી નથી.
અમલદારી ત્રાસ, ગુંડાઓ કે દાંડ તને જુલ્મ, પરસ્પરની નાની-મોટી તકરાર, સામાજિક પ્રશ્નો અને રાજકીય તો ઉકેલાતા ગયા તેમ તેમ લોકશ્રદ્ધા દિવસે દિવસે વધતી ગઈ છે. એ તે છે રચનાત્મક સંગઠિત કાર્યક્રમની સફળતા. તે નક્કર છે જ્યારે કલ્પનાનું સુખ ક્ષણિક અને અસ્થાયી રહે છે.
નમ્રભાવે અહીં એક જ દાખલો આપું કે સર્વે મળીને જ્યાં સંકલ્પ કરે તે કેવું આકર્ષક કાર્ય થઈ જાય છેજવા આવવાની સીમાના તેમજ ગામ તરફ આવવા જવાના રસ્તા ટુંકા થઈ ગયા. સૌએ જમીન દબાવેલી, પણ જ્યાં સૌએ મળીને નિશ્ચય કર્યો ત્યાં છે આઠ હજારથી ન બને તે કાર્ય શ્રમયજ્ઞથી સૌના આનંદ વચ્ચે પૂરું થયું.
આમ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એમ કહેવાય છે તેની સાથે સાથે એ પણ જોડી શકીએ કે “જ્યાં ન પહોંચે કવિ ત્યાં પોંચે અનુભવી.” એટલે કે અનુભવ જન્ય પ્રાગે કરીને જ લોકશ્રદ્ધાની જમાવટ કરવી જોઈએ અને તે પ્રયોગોને આગળ ધપાવવા જોઈએ. અહિંસક પ્રતિકાર કયાં સુધી?
શ્રી શ્રોફે કહ્યું: “એક જમાને છે અને જીવાડોને હતે. એની પહેલાં તો મારીને જીવવાનો હતો. પણ ક્રમે ક્રમે જીવાડીને ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com