________________
૩૧૯
દંડશકિતએ ખરેખર છેલ્લું સ્થાન મેળવવું જોઈએ. પણ, તેના બદલે તેણે પહેલું સ્થાન લઈ લીધું છે. તેને ખસેડવા માટે ઘડતર પામેલા શુદ્ધિપ્રયોગકારો અને શાંતિસૈનિકોએ જનસંગઠનેને સાથ મેળવવું જોઈએ. આ અગે અધતન સર્વોદયે ઉંડાણથી વિચારી, સર્વાગી અને સર્વ ક્ષેત્રેદથી વ્યાપક સર્વોદયનું સ્વરૂપ બનાવવું જોઈએ.
ચર્ચા-વિચારણું
સર્વોદય સ્વરૂપ બદલવું કહ્યું:
શ્રી પૂજાભાઈએ “સર્વોદયનું આજ સુધીનું સ્વરૂપ” એ મુદ્દા ઉપર ચર્ચાને ઉધાડી, તેમણે કહ્યું –
આમ જોવા જઈએ તે સર્વોદયને વિકાસ પણ ધીમે ધીમે થયો છે. રાજાઓ પ્રજા પાસે કર ઉઘરાવી કે બીજી તરફ શ્રીમતિ ઉપર દબાણ લાવી બીજા ખાતર ઘસાવાની વાત શીખવતા. તેમજ ધર્મગુરુઓ અને લોકસેવકોના ત્યાગપ્રધાન જીવન અને ઉપદેશ વગેરેથી સાધનસંપન્ન માણસે આપમેળે બીજા માટે ત્યાગ કરતા, અને માનતા કે આ સાધનસંપન્નતામાં ભલે અમારે સીધે પ્રયત્ન છે પણ સમાજ અને સમષ્ટિને આડકતરે પ્રયન તે છે જ! અમારા વિકાસમાં મા-બાપ ઉપરાંત સમાજે અને સવિશેષે કુદરતે પાણી, પ્રકાશ, હવા વગેરેએ આવી કેટલી મોટી મદદ કરી છે. આમ માનીને પરોપકારના રસ્તે સહેજે ખેચાતા.
રામ અને કૃષ્ણ સર્વાગી ક્રાંતિની રીતે સર્વોદય વિકસાવ્યું પણ તે ઈશ્વરીય વિભૂતિઓ હતી, તેના કારણે તેમનાથી એ શક્ય થયું, જેમકે શ્રી રામે આદિવાસી-વનવાસી અને વાનરે સાથે રહીને પણ જે રીતે કામ કર્યું; શ્રી કૃષ્ણ વ્રજમાં ગોવાળિયાઓ સાથે ઓતપ્રેત બની જે કાર્ય કર્યું. તેને પાયાને સર્વોદય કહી શકાય. તેવા પુરૂષોએ તે કિન્કંધા અને લંકામાં જે કાર્યવાહી યુદ્ધની બજાવી તે પણ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com