________________
૩૧૭
સંપત્તિ દ્વારા શિક્ષણ એટલે વ્યાજ, વટાવ, અને કારખાનામાં શ્રમ કરનાર ઉત્પાદક તરીકે ગામડિયા મજૂરોને રાખવાથી જે શોષણ થાય તે છે. આ કયારે અટકે ? જ્યારે ગામડામાં એવી સહકારી. મંડળીઓ ઊભી થાય છે. ધીરાણ કરે તેમ જ ગામડામાં જ મજૂરી ચૂકવે. જ્યાં રાજ્ય સંચાલિત આવી મંડળીઓ હોય તેમાં ગ્રામ્ય જનસંગઠનનું નૈતિક પ્રતિનિધિત્વ પણ રહેવું જોઈએ. તે જ સંપત્તિ દ્વારા શોષણ અટકી શકે.
રાજ્ય દ્વારા શેષણ તરીકે, રાજ્ય નાખેલા કરવેરા, મહેસુલી તેમ જ ઉત્પાદકો ઉપર ઉંચા ટેકસ નાખવા વગેરે દ્વારા, રાજ્ય શેષણ કરે છે. એને દૂર કરવા માટે ક્રાંતિપ્રિય સાધુઓ અને સાધકો કે નૈતિક જનસેવક સંગઠનો દ્વારા ન્યાય માટે શુદ્ધિ પ્રયોગો થવા જોઈએ જેથી શોષણ વિરૂદ્ધ અવાજ જાગે અને તેને પડઘો લોક હૃદયમાં પડે. આ રીતે અહિંસક પ્રતિકાર સક્રિય બને; કાયદા કાનૂનમાં સંશોધન કરાવવામાં આવે અને ઝઘડા માટે કોર્ટ કચેરીએ ન્યાય માટે શહેરમાં જવામાં ગામડાઓનું જે શોષણ થાય છે તે લવાદી કે શુદ્ધિપ્રયોગથી અટકાવવામાં આવે તો રાજ્યદ્વારા શોષણ થતું અટકી શકે.
આમ જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી શોષણ સામે સંગઠિત નૈતિક બળ ન પેદા થાય ત્યાંસુધી વાતો કરવાથી તે અટકતું નથી. એ માટે સંગઠિત બળોની પ્રક્રિયા પેદા કરવી જરૂરી છે. તે અદ્યતન સર્વોદયમાં નથી. એટલે માત્ર શોષણ વિહીન સમાજનું ઉચ્ચારણ કરવાથી તે સિદ્ધ થઈ શકતું નથી.
સર્વોદયનું બીજું સૂત્ર છે “શાસન નિરપેક્ષ સમાજ રચના આને અગાઉ શાસન મુક્ત સમાજ રચના તરીકે ઓળખાવવામાં આવતું હતું. આ બને અને અગાઉ ઘણું કહેવાઈ ગયું છે કે કોઈપણ પ્રકારની શિસ્ત, સંગઠન કે વ્યવસ્થા વગરના સુખી સમાજની કલ્પના દિવા સ્વપ્ન જેવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com